Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામુ...

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામુ…

Published by : Rana Kajal

  • ભરૂચ—ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ સુધી જતો રસ્તો જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમન માટે  તા.૦૪/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૧/૨૦૨૨ સુધી વન–વે જાહેર

ભરૂચ જીલ્લામાં આવેલ મોજે. શુકલતીર્થ ખાતે શુકલેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો તા.૦૪/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૧/૨૦૨૨ દરમ્યાન ભરાનાર છે. આ સમય દરમ્યાન વધુમાં વધુ ટ્રાફીક ભરૂચ-ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ રોડ ઉપર રહે છે અને સામાન્ય દિવસોમાં પણ જાહેર જનતા આજ રૂટનો ઉપયોગ અવર જવર માટે કરતા હોય છે. આ પરિસ્થિતિમાં ઘણી વખત ને.હા.નં.૮ ઉપર ટ્રાફીક જામ થાય છે. આ પરિસ્થિતિનાં નિવારણ માટે તા.૦૪/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૧/૨૦૨૨ સુધી ભરૂચ-ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારનાં વાહનો માટે જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર વન—વે જાહેર કરવો આવશ્યક જણાય છે.

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ ભરૂચને સને-૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી) અન્વયે મને મળેલ સત્તાની રૂ એ ફરમાવું હતું કે, ભરૂચ—ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનના હેતુસર તા.૦૪/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૧/૨૦૨૨ સુધી વન–વે રહેશે. તથા સદર માર્ગ ઉપરથી ફક્ત શુકલતીર્થ સુધી તમામ પ્રકારના વાહનો જઈ શકશે. પરંતુ પરત આ માર્ગેથી આવી શકશે નહિ. આ હુકમ પોલીસ કે બીજા સરકારી અધિકારી કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈને ફરશે તેને બંધનકર્તા રહેશે નહિ.

ઉપરોકત માર્ગ વન-વે જાહેર કરતાં વૈકલ્પિક માર્ગ તરીકે શુકલતીર્થ આવનાર વાહનો શુકલતીર્થથી મંગલેશ્વર–નિકોરા ઝનોર થી નબીપુર ઓવરબ્રીજ પાસે નેહ નં. ૪૮ ઉપર થઈને પરત આવી શકાશે તેમજ આ રસ્તાના ઉપયોગ અવર જવર માટે થઈ શકશે તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચની કચેરી ભરૂચના જાહેરનામામાં જણાવાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!