અમદાવાદ
હાલમાં જ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ ધોરણ 9 થી 12ની શાળાઓમાં તા 20 ઓકટોબરથી 9 નવેમ્બર સુઘી દિવાળી વેકેશન રહેશે. આમ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. તેવી જ રીતે પ્રાથમિક સ્કૂલોમાં પણ આજ મુજબનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા અને શિક્ષણ તંત્ર દ્વારા તમામ શાળાઓને દિવાળી વેકેશન અંગે પરિપત્ર મોકલી દેવાયો છે 21 દિવસના આ દિવાળી વેકેશન દરમિયાન ઘણા કુટુંબો બહારગામ ફરવા જવાની યોજના પણ બનાવી રહ્યા છે. શાળાઓ ખાતે શિક્ષણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ દિવાળી વેકેશન દિવાળીના તહેવારો અગાઉના દિવસો અને દિવાળી પર્વ બાદના દિવસોને બેલેન્સ કરીને જાહેર કરી કરવામાં આવ્યું છે.