Published by : Rana Kajal
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહીલા ન્યાયાધીશ સોનિયા ગોકાણીની નિમણુક…સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયા ગોકાણીની પસંદગી કરી છે. હાલ અરવિંદકુમાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી રહ્યા છે.પરંતુ કોલેજીયમ દ્વારા અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે પસંદગી કરવામાં આવતા હવે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય જજ તરીકે સોનિયા ગોકાણી સેવા આપશે.
મા.સોનિયા ગોકાણી ગુજરાત હાઇકોર્ટમાં અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. જોકે સોનિયા ગોકાણી ફક્ત 15 દિવસ સુધી જ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે. કારણ કે તેઓ 24 ફેબ્રુઆરીના વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ સોનિયા ગોકાણીનો જન્મ 26 ફેબ્રુઆરી 1961 ના રોજ જામનગરમાં થયો હતો. તેમણે માઇક્રોબાયોલોજીમાં BScનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ LLB અને LLLM પૂર્ણ કર્યું હતું. સોનિયા ગોકાણીએ જામનગરની કે. પિ.શાહ લો કોલેજમાં પાર્ટ ટાઈમ તરીકે લેક્ચર તરીકેની પણ સેવા આપી હતી. ત્યારબાદ તેમણે પાંચ વર્ષ સુધી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોર્મના સભ્ય તરીકે સેવા આપી હતી. 10 જુલાઈ 1995 ના રોજ તેઓ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ તરીકે જોડાયા હતા. તેમણે 2003થી 2008 દરમિયાન ગુજરાતના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટના જજ તરીકે પણ સેવા આપી હતી. સોનિયા ગોકાણીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના સ્પેશિયલ કોર્ટના જજ તરીકે કામ પણ કર્યું હતું.