Published by : Rana Kajal
સૌરાષ્ટ્રનું એક એવુ ગામડું કે જે તમામ સુવિધાથી સજ્જ છે ગોંડલ તાલુકાનુ જામવાડી ગામ કે જે 2500ની વસ્તી ધરાવે છે. ગામમાં 100 ટકા પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, આધુનિક ગ્રામપંચાયત છે. ગોંડલ શહેરની પશ્ચિમ ભાગોળે પાંચ કિલોમીટર દૂર જાજરમાન ધરાવતું જામવાડી ગામ આવેલું છે. 2500ની વસ્તી ધરાવતા ગામમાં 100 ટકા પાકા રસ્તા, 100 ટકા ભૂગર્ભ ગટર, આધુનિક ગ્રામ પંચાયત અને રોજિંદા પાણીની વિતરણ વ્યવસ્થા છે હાલના સમયમાં મોટા પ્રમાણમાં શહેરીકરણ થઇ રહ્યું છે. ગામડામાં પ્રાથમિક સુવિધાઓને અભાવે લોકો શહેર તરફ ભણી રહ્યા છે. તેમ છતાં ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાં શહેરમાંથી લોકોને પાછા ફરવાનુ મન થાય. આ ગામ ગોંડલ તાલુકાનુ જામવાડી ગામ છે. જ્યાં 2500ની વસ્તીવાળા ગામમાં 100 ટકા પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, આધુનિક ગ્રામપંચાયત છે. ગોંડલ શહેરની પશ્ચિમ ભાગોળે પાંચ કિલોમીટર દૂર જામવાડી ગામ આવેલું છે. 2500ની વસ્તી ધરાવતા ગામમાં 100 ટકા પાકા રસ્તા, 100 ટકા ભૂગર્ભ ગટર, આધુનિક ગ્રામ પંચાયત અને રોજિંદા પાણીની વિતરણ વ્યવસ્થા છે.જામવાડી ગામના સરપંચ પદનું સુકાન છેલ્લા 21 વર્ષથી ટોલીયા પરિવાર સાંભળી રહયા છે. સ્વ. રાજુભાઈ ટોલીયાએ 12 વર્ષ પહેલા ગામના વિકાસનો પાયો નાખ્યો હતો. જેમનું નિધન થતા તેના નાના ભાઈ પ્રફુલભાઈ ટોલીયાએ ગામના વિકાસની સુકાન સંભાળી હતી. હાલ ગામમાં 100 ટકા શેરીઓ અને ગલીઓ પાકી સિમેન્ટથી મઢવામાં આવેલી છે. ગ્રામ પંચાયતના બે ટ્રેક્ટર સવાર સાંજ ગામમાંથી કચરો એકઠો કરી લે છે અને ગામલોકો જ સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય આપે છે.

નેશનલ હાઇવેથી ગામમાં પ્રવેશતાની સાથે જ આકર્ષક દ્વાર આવેલો છે. મુખ્ય બજારમાં અંદર એલઇડી લાઈટનુ ફિટિંગ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતમાં એસી, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ છે. તે ઉપરાંત બે આંગણવાડી અને 6 આશાવર્કર પણ કાર્યરત છે. ગ્રામ પંચાયત દ્વારા માત્ર રૂ 4માં 25 લીટર ફિલ્ટર પાણીની બોટલ ઘરે ઘરે પહોચાડવામાં આવે છે. જેનો લાભ 100થી પણ વધારે પરિવારો લે છે.બાજુના રાજ્ય રાજસ્થાન સરકારના પ્રતિનિધઓ પણ જામવાડી ગામની મુલાકાત લઇ ચૂક્યા છે ચોકમાં વૃધ્ધોને બેસવા માટે બાંકડા અને શેરી-ગલીઓના નામના બોર્ડ પણ લગાવામાં આવ્યા છે.ઉપરાંત ગામમાં દરરોજ પૂરતા દબાણથી નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.