ગુજરાત વિધાન સભાની ચુંટણી માં હમેશા અપક્ષો નો દબદબો રહયો છે આવનાર ચૂટણી માં પણ આ સિલ સીલો યથાવત રહે તેવી શક્યતા રહેલી છે…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે બીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો છે. આમ કુલ 182 બેઠક પર 1621 ઉમેદવારો જંગ જામશે. 1621 પૈકી 624 અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે., અત્યાર સુધીની ચૂંટણીના ઈતિહાસમાં 91 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે. હાલની વિધાન સભાની ચુંટણી માં પણ લગભગ દરેક બેઠકો પર અપક્ષ ઉમેદવારો પ્રભાવ રહે તેવી સંભાવના જણાઈ રહી છે.