Published by : Rana Kajal
જર્મનીના બર્લિન શહેરમા આવનાર 12 જૂનથી 27 જૂન દરમિયાન યોજાનાર દિવ્યાંગ સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ગુજરાતની 6 મહિલાઓ પણ ભાગ લેશે જે ગુજરાત માટે ગૌરવની બાબત છે…આ 6 મહિલાઓમાં ગણદેવી તાલુકાના અમલસાડ ગામના શ્રમજીવી પરિવારની દિવ્યા ધર્મેશ ભાઈ નાયકાનો પણ સમાવેશ થાય છે માનસિક ક્ષતિ ગ્રસ્ત દિવ્યા નાયકા રાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત ખેલાડી છે. તેની કઠીન પ્રેક્ટીસ અંગે જોતાં હાલ દિવ્યાની માતા અનિતા દિકરી દિવ્યાને અમલસાડ ની નહેરના રસ્તે દરરોજ નિયમિત દોડાવી પ્રેક્ટીસ કરાવી રહી છે..