રાજ્યમાં હાલ આગામી ચૂંટણી પહેલાનો ગરમાવો વ્યાપી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષો લોકોને મળીને પોતાની વાત મુકી રહ્યા છે. આજ રીતે એઆઈએમઆઈએમનાં ચીફ અસદુદ્દીન ઓવેસી સુરતમાં જનસભા સંબોધવાની શરૂઆત કરી રહ્યા હતા. જે દરમિયાન કેટલાક લોકોએ ત્યાં આવીને કાળા વાવટા લહેરાવ્યા અને મોદી મોદીનાં નારા પણ લગાવ્યા હતો. રવિવારે સાંજે વારિશ પઠાન સાથે તેઓને સભાને સંબોધિત કરવાની હતી
હૈદરાબાદનાં સાંસદ જેવા સંબોઘન કરવા આવ્યા ત્યારે કેટલાક યુવાનોએ દેશના વડાપ્રધાન મોદીના નારા પણ લગાવ્યા હતા. આ સાથે ઓવૈસી વિરુદ્ધમાં કાળા ઝંડા પણ લહેરાવ્યા હતા. યુવાનો બોલતા સંભળાઇ રહ્યા છે કે, ઓવૈસી પાછા જાવ. જે બાદ લોકોએ મોદી મોદીનાં નારા પણ લગાવ્યા હતા.