Published by : Rana Kajal
રાજ્યમાં કુપોષણ અને એનિમિયા ની સમસ્યા ખુબ મોટી અને જુની છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં કુપોષણ અને એનિમિયાની સમસ્યા વધુ જણાઈ રહી છે જૉકે રાજ્ય સરકાર દ્વારા આ સમસ્યા અંગે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેમ છતાં હજી આ યોજનાઓના ઇચ્છીત પરિણામો આવ્યા નથી. તેથી ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાલમાં રાજ્યમા પાંચ વર્ષની સુધીના બાળકોમાં લોહીની ઉણપ જણાઈ રહી છે. જ્યારે આજ વયના 39 ટકા બાળકો ઓછી ઊંચાઇ ધરાવે છે. યુવતીઓમાં પણ લોહીની ઉણપ જણાઈ રહી છે ત્યારે સંકલિત બાળ વિકાસ યોજના, દુધ સંજીવની યોજના કિશોરીઓમાં કુપોષણ ઘટાડવાની યોજના પૂર્ણા યોગ્ય રીતે લાગુ પાડવામાં આવી નથી એવુ તારણ આવી રહ્યું છે ત્યારે સરકાર આ દિશામાં અસરકારક પગલા ભરવાની શરુઆત કરી રહીં છે. જેમાં સૌ પ્રથમ આરોગ્ય શાખામાં અને આ યોજનાઓ માં ખાલી પડેલ જગ્યાઓ ભરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે…