Published by : Rana Kajal
- અમદાવાદ અને સુરત શહેરના સૌથી વધુ ભાગેડુ આરોપી….
ગુજરાત રાજયમાં હજી પણ 23હજાર કરતા વધુ આરોપીઓ ભાગેડુ છે. જૉકે દર મહિને આશરે 400 ભાગેડુ આરોપીઓ ઝડપાય છે તો એટલા જ એટલે કે આશરે 400 નવા ભાગેડુ આરોપીઓનો ઉમેરો થાય છે.
ગુજરાતમાં અંદાજે 23 હજાર આરોપીઓ ભાગેડુ છે. પોલીસ આ આરોપીઓ સુધી હજી પહોંચી શકતી નથી. ગુજરાત પોલીસની સીઆઇડી ક્રાઇમ વિભાગની વેબસાઇટના આંકડાઓ મુજબ, રાજ્યના શહેર, જિલ્લા અને રેલવે પોલીસ પોલીસના મળીને કુલ 40 પોલીસ જિલ્લાઓના અંદાજે 23 હજાર આસપાસ આરોપીઓ પોલીસની પકડથી દૂર છે.
મળતી માહિતી મુજબ મહિને પોલીસ દ્વારા અંદાજે 400 જેટલા નાસતા ફરતા આરોપીઓને પકડવામાં આવે છે અને દર મહિને 400 આસપાસ આરોપીઓ નાસતા ફરતા આરોપીઓની યાદીમાં ઉમેરાઇ પણ જાય છે. સૌથી વધુ નાસતા ફરતા આરોપીઓ અમદાવાદ અને સુરત શહેરના ગુનાઓમાં સંડાવાયેલા છે. રાજ્યના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સૌથી પહેલું નામ દાઉદ ઇબ્રાહિમ મેમણનું છે. દાઉદ અમદાવાદ શહેરમાં જ સાતથી વધારે ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ છે જ્યારે સુરત શહેરના બે ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ છે.