Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતમાં આરોગ્ય વિભાગની બેઠક કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા...

ગુજરાતમાં આરોગ્ય વિભાગની બેઠક કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા…

  • કેન્દ્ર સરકારના આદેશ બાદ કોરોનાની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા માટે ગુજરાતમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાશે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે.

ચીન સહિત અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધતાં ભારત સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોની સરકારને પત્ર લખી નિર્દેશ જાહેર કર્યો છે. કોરોનાના નવા કેસના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવા સૂચન કર્યા છે અને કોરોનાના નવા વેરિઅન્ટ પર નજર રાખવા આદેશ કર્યા છે. ત્યારે કેન્દ્ર સરકારના આદેશ બાદ કોરોનાની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા માટે ગુજરાતમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાશે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. જેમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સાથે વીડિયો કોંફરન્સ પર ચર્ચા કરતા પહેલા રાજ્ય સ્તરે બેઠક કરીને કોરોના અંગે ચર્ચા કરાશે.


મહત્વનું છે કે, ચીન, જાપાન, કોરિયા, અમેરિકા અને બ્રાઝિલમાં અચાનક કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને લઈને કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ આજે મહત્વની બેઠક યોજ્શે. જેમાં કોરોના ફરી ઉથલો ન મારે તે માટેની રણનીતિ ઘડવામાં આવશે. હાલ તમામ રાજ્યોને સતર્ક રહેવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે અને નવા કેસના જીનોમ સિક્વન્સિંગ કરી નવા વેરિઅન્ટ અંગે જાણકારી મેળવવા આદેશ કર્યા છે. દેશમાં હજૂ પણ કોરોનાના રોજના 1200 નવા કેસ સામે આવે છે. તો વિશ્વમાં અઠવાડિયાના 35 લાખ નવા કેસ નોંધાય છે. જે હજૂ પણ સૂચવે છે કે કોરોના આપણી વચ્ચે જ છે. જો તકેદારી અને સાવચેતી નહીં રાખીએ તો ફરી લોકડાઉનની સ્થિતિ ઉભી થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security