Published by : Rana Kajal
ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હાલ વરસાદની કોઈ શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગે વધુ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકુ અને સામાન્ય રહેશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. જો કે, અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ નોંધાશે. ઉલ્લેખનીય છે કે, મહત્તમ તાપમાન ઉંચુ અને લઘુત્તમ તાપમાન ખૂબ નીચું હોવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થશે. હાલમાં સૂકા અને ઠંડા પવનોને કારણે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે, હાલ તાપમાન યથાવત રહેશે. પરંતુ નવેમ્બર મહિનાથી તાપમાન ઘટવાનું શરૂ થઈ જશે અને ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્ઝેક્શન પિરિયડ છે એટલે ગરમી અને ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થશે. જૉકે . છેલ્લા એક સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નવેમ્બર મહિનામાં તાપમાન વધુ ઘટશે. ઍવી આગાહી કરવામાં આવી રહી છે જૉકે ઉલ્લેખનીય છે કે, હાલ સૂકું વાતાવરણ રહેશે. વાતાવરણ ચોખ્ખું હોવાના કારણે ખેડૂતોને રાહત રહેશે. ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે. હવે શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી ચાલી રહી છે.