ભરૂચ શહેરમાં શિક્ષણના મંદિરને જ પોતાની પાપ લીલાનું સ્થાન બનાવનાર નરાધમ આચાર્ય સામે ધો. 10ની વિદ્યાર્થીનીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. નરાધમ એવા સરસ્વતિ વિધાલયના આચાર્ય રણજીત પરમાર સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈ ગઈ છે.
ભરૂચની સરસ્વતી વિધાલયમાં ધોરણ 10માં ભણતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાના આચાર્ય રણજીત પરમાર વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી. ત્યારે ગત તા 30ઓગસ્ટના રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

તા. 10 સપ્ટેમ્બરના રોજ આચાર્ય રણજીત પરમાર દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી હતી. અને પોતાની બહેનને ફૉન કરતા તે પણ દોડી આવી પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે નરાધમ આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર સી સી ટી વી કેમેરા બંધ કરી દુષ્કર્મ ગુજારતો હતો. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ આચાર્ય રણજીત પરમારની અટક કરી વધુ તપાસનો આરંભ કર્યો છે




