Published by : Rana Kajal
એક સમયનો ઉત્તર પ્રદેશનો નંબર વન ગેગસ્ટર અતીક એહમદના કુટુંબીજનો એક પછી એક ઓછા થઈ રહયા છે. કેટલાકનું એનકાઉન્ટર થયું તો કેટલાકની હત્યા થઈ હવે અતીકના કુટુંબમાં કોણ બાકી રહ્યું છે અથવા તો જીવીત રહ્યું છે તેની વિગત જોતાં અતીકની પત્ની સાઈસ્તા પરવીન ફરાર છે તેની પર 4 ગુનાઓ છે ઉમેશ પાલ હત્યાની આરોપી છે હાલ તે ફરાર છે. તો અતીકનો પુત્ર મોહમદ ઉંમર પર 2 ગુના છે CBI એ ઇનામ જાહેર કર્યા બાદ તેણે સરન્ડર કર્યુ હતું. હાલ તે લખનઉ જેલમાં છે. જ્યારે મોહમદ અલી પર 6 ગુના નોંધાયેલા છે. જેણે પણ સરન્ડર કરેલ છે અને હાલ નૈની જેલમાં છે. જ્યારે અતીક ના બે પુત્રો સગીર છે અને હાલ બાળ સરંક્ષણ ગૃહમાં છે