Published by : Rana Kajal
ચક્રવાતી તોફાન સિતરંગના પ્રકોપને કારણે બાંગ્લાદેશમાં ઘણા લોકોના મોત થયા છે. સોમવારે મધ્યરાત્રિએ ચક્રવાતે તબાહી મચાવી હતી. જેના કારણે 7 લોકોના મોત થયા છે. ‘સિતરંગ’ના પ્રભાવને કારણે પશ્ચિમ બંગાળમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને ઘરમાં કેદ રહેવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પણ બંગાળમાં સર્જાઈ રહેલા ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને એલર્ટ પર છે.
બંગાળ સરકારે ‘સિત્રાંગ’ ચક્રવાતની અસરથી થતા સંભવિત નુકસાનને ટાળવા માટે તમામ સાવચેતીનાં પગલાં લીધાં છે, જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને આશ્રય શિબિરોમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાયનો સમાવેશ થાય છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ઘણી ટીમો સાથે SDRF અને NDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા અને પુરબ મેદિનીપુરના વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.