વિશ્વ કોરોના વાયરસના સંકટમાંથી બહાર પણ નથી આવ્યું ત્યારે એક સમાચારે સામે આવ્યા છે. આ સમાચારથી દુનિયાની ઊંઘ હરામ થઈ ગઈ છે. માહિતી અનુસાર, ચીન અને પાકિસ્તાન સાથે મળીને રાવલપિંડીની એક રિસર્ચ લેબમાં કોરોનાથી પણ જીવલેણ વાયરસ તૈયાર કરી રહ્યા છે. ચીનના વુહાનથી 2019માં વિશ્વભરમાં કોરોના વાયરસ ફેલાયો હતો. ચીન અને પાકિસ્તાન પર મળીને જીવલેણ વાયરસ વિકસાવવાનો આરોપ છે. પાકિસ્તાનના રાવલપિંડીમાં એક સંશોધન કેન્દ્રમાં વાયરસના રૂપમાં આ બાયોવેપન પર સંશોધન ચાલી રહ્યું છે.
જિયો-પોલિટીકના રિપોર્ટ અનુસાર, ચીનની કુખ્યાત વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજી અને પાકિસ્તાન આર્મીની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓર્ગેનાઈઝેશન (DESTO)એ ઘાતક વાયરસ બનાવવા માટે અત્યંત આધુનિક વૈજ્ઞાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. આ લેબનું લોકેશન કડક રીતે છુપાવવામાં આવ્યું છે. વૈશ્વિક અહેવાલો અનુસાર, ચીન પાકિસ્તાનમાં આવા વાયરસ બનાવી રહ્યું છે, જે કોરોના કરતા પણ મોટા પાયે રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે.