Published by : Rana Kajal
ચીન વખતો વખત અવળચંડાઇ ભરેલા કાર્યો કરે છે. તાજેતરમાં ભારતના અરુણાચલ પ્રદેશના 11 જેટલા વિસ્તારોને ચીની ભાષામાં નામ આપી પોતાના વિસ્તાર હોય તેવુ સાબીત કરવાની હલકી કક્ષાની હરકત કરી હતી. જૉકે આ બાબતે તરતજ ભારતે ઉગ્ર વિરોધ કર્યો હતો…ચીનની અવળચંડાઇ વારંવાર છતી થઇ રહી છે. ઍક તરફ ચીન ભારત સાથે શાંતી ઈચ્છે છે તેવી વાતો કરે છે. ત્યારે ચીન સરકાર દ્વારા સંચાલિત ગ્લોબલ ટાઇમ્સમાં ચીને અરૂણાચલ પ્રદેશના 11જેટલા વિસ્તારોના નામ ચીની, તિબેટીયન અને પિનયીન ભાષામાં રજૂ કરી ચીને અરૂણાચલના આ વિસ્તાર પોતાના હોય તેવું સાબિત કરવા પ્રયાસ કર્યો હતો. જૉકે ભારતે આ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પહેલી વખત નથી બન્યું અગાઉ પણ ભારતનો ઉગ્ર વિરોધ હોવા છતાં વર્ષ 2017અને 21મા પણ આવી નિમ્ન કક્ષાની હરકત કરી હતી. કેટલીક વાર ચીને પોતાના નકશામાં ફેરફાર કરી ભારતીય વિસ્તારોનો સમાવેશ ચીનમા કર્યો હતો. આવા સમયે પણ ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સરહદના વિસ્તારોમાં વારંવાર તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાય છે.