Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchચૂંટણી પહેલા ભાજપનું પેપર ફુટ્યું, સંભવિત ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ -...

ચૂંટણી પહેલા ભાજપનું પેપર ફુટ્યું, સંભવિત ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ – જાણો સમગ્ર મામલો વિગતવાર

  • ભરૂચ જિલ્લા વિધાનસભાની 5 બેઠકો પૈકી વાગરા અને જંબુસર બેઠકના ઉમેદવારોની સંભવિત યાદીનો લેટર ફરતો થતા પ્રદેશ કક્ષા સુધી હડકંપ
  • યાદીને લઈ ભરૂચ જિલ્લા ભાજપ તેમજ રાજકારણમાં દિવાળી પેહલા જ આતશબાજી અને ધૂમધડાકા
  • સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, કોઈએ લેટર પેડનો ઉપયોગ કરી બોગસ યાદી બનાવી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈ હવે ઉત્તેજના ચારેકોર વ્યાપી ગઈ છે. કોને ટિકિટ મળશે અને સંભવિત ઉમેદવારો કોણ છે તેની તાલાવેલી દિવાળીના તારામંડળની જેમ જોવા મળી રહી છે. ઇલેક્શન ફીવર પરાકાષ્ટાએ પહોંચી રહ્યો છે ત્યારે ચૂંટણી પેહલા ભાજપનું પેપર ભરૂચમાં ફૂટ્યું હોવાની વાતે પ્રદેશ કક્ષા સુધી દેકારો મચી ગયો છે. અને ભારે ખળભળાટને લઈ ભાજપે વાગરા તેમજ જંબુસર વિધાનસભા માટે ફરતી થયેલી સંભવિત ઉમેદવારોની યાદી બોગસ હોવાનો ફોડ પાડવાની નોબત આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભરૂચ જીલાની 2 બેઠકોની ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતા ભરૂચની રાજનીતિમાં ભારે હડકંપ મચી ગયો છે. જેની લઈ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી ફોડ પાડવો પડ્યો છે.

સોશ્યલ મીડિયા ઉપર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને ભરૂચ ભાજપના લેટર પેડ ઉપર વાયરલ થયેલી સંભવિત યાદીમાં જંબુસર વિધાનસભા બેઠક માટે છત્રસિંહ મોરી, કિરણસિંહ મકવાણા, બળવંતસિંહ પઢીયાર, ડી.કે.સ્વામી ના નામો રજૂ કરાયા છે.જ્યારે વાગરા બેઠક માટે અરૂણસિંહ રણા, ફતેસિંહ ગોહિલ, ધીરજ ગોહિલ, સંજય ચાવડા અને નકુલદેવ રણા સંભવિત ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે.

ભરૂચ જિલ્લા ભાજપમાં વાયરલ યાદીને લઈ ખળભળાટ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ આ યાદી બિલકુલ ખોટી અને તથ્યથી વેગળી ગણાવી છે. કોઈએ ભાજપના લેટર પેડનો ઉપયોગ કરી ટેક્નોલોજીની મદદથી આ કૃત્ય કર્યું હોવાનો સાંસદે પ્રતિક્રિયા આપી છે. આવું કામ કરનાર ઉત્સાહી ઉમેદવાર, મહત્વકાંક્ષી કાર્યકર કે અન્ય કોઈ જે પણ હશે તેની સામે પગલાં ભરવામાં આવશે તેવી પણ સાંસદે વાત કરી છે.જોકે સાચી હકીકત ગમે તે હોય યાદી બોગસ હોય કે પછી ભાજપનું પેપર ફૂટ્યું હોય હાલ તો આ યાદીને લઈ ભરૂચ જિલ્લા ભાજપ તેમજ રાજકારણમાં દિવાળી પેહલા જ આતશબાજી અને ધૂમધડાકા શરૂ થઈ ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security