મોત કયારે આવે તે અંગે કોઇ આગાહી કરી શકાતી નથી. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મેરઠમાં મિત્રો સાથે રસ્તા પરથી પસાર થતા ઍક યુવકને છીંક આવતાં જ તે ઢળી પડ્યો હતો…
મેરઠના રસ્તા પર ચાલતી વખતે એક યુવકને છીંક આવતા તેનું મોત નીપજ્યું. કહેવામાં આવી રહ્યું છે કે યુવકને અચાનક હાર્ટ-એટેક આવ્યો હતો અને માત્ર 2 સેકન્ડમાં તેનું મોત નિપજ્યું હતું. મૃતક ઝુબેર 18 વર્ષનો હતો. તેની સાથે તેના ચાર મિત્રો વાત કરતા કરતા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ ઝુબેરને છીંક આવી અને તે 2 ડગલાં ચાલતા નીચે ઢળી પડ્યો હતો.તેની સાથે ચાલતા મિત્રો પણ સમજી ન શક્યા કે શું થયું? જોકે મિત્રો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.