Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratજુનાગઢ : છરી બતાવી ગમે ત્યારે પીંખાતા ત્રણ નરાધમોની ધડપકડ...      

જુનાગઢ : છરી બતાવી ગમે ત્યારે પીંખાતા ત્રણ નરાધમોની ધડપકડ…      

Published by : Rana Kajal

ભલે મને મારી નાખો, પણ સ્કૂલે નહીં જાઉં’ આ શબ્દો 15 વર્ષની દીકરીનાં છે. આ દીકરી સાથે છેલ્લા 6 મહિનાથી ત્રણ નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરતા હતા. જૂનાગઢમાં ત્રણ નરાધમોએ સગીરાને સતત છ મહિનાથી હેરાન કરતા હતા અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ. સ્કૂલે જતા-આવતા કે રિસેસમાં ગમે ત્યારે તેને રોકતા અને છરી બતાવીને પીંખી નાખતા હતા. આખરે કંટાળીને વિદ્યાર્થિનીએ સ્કૂલે જવાનું જ બંધ કરી દીધું હતુ. આ અંગે તેના પિતાને અઢી મહિના બાદ જાણ થતા પિતા દીકરીને લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પિતાએ પોલીસ સ્ટેશનમાં આખી ઘટનાની ફરિયાદ નોંધાવી. પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી તેમને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. જુનાગઢ તાલુકામાં સામુહિક દુષ્કર્મની ઘટના બનાવ પામી છે. જેમાં એક સગીરાને સુખપર ગામના યુવકે બળ જબરી કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પોતાના બે મિત્રોને સાથે રાખી તમામ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચરતા હતા.      

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભોગ બનાર સગીરા થોડા મહિના પહેલા રાત્રે ઘરની બહાર કામ માટે ગઈ હતી ત્યારે યસ બાલાભાઈ દુધાત્રાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેના મિત્રો કેયુર હરસુખભાઈ વાગડીયા અને દિવ્યેશ ગજેરાએ પણ સગીરા સાથે યશની મદદથી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને સ્કુલેથી પરત ફરી વખતે યસ અને તેના મિત્રો તેને છરી બતાવી તેના કુટુંબને મારી નાંખવાની ધમકી આપી વાડી વિસ્તારમાં દુષ્કર્મ ગુજારતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security