Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratજુનિયર ક્લાર્ક પરીક્ષા પર મોટી અપડેટ…

જુનિયર ક્લાર્ક પરીક્ષા પર મોટી અપડેટ…

Published by : Anu Shukla

  • હસમુખ પટેલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો
  • વહેલામાં વહેલી સ્વચ્છ રીતે પરીક્ષા લેવાની કાળજી રાખવામાં આવશે
  • IPS હસમુખ પટેલે કહ્યું ઉમેદવારો તૈયારીમાં લાગી જાય

ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ સરકારે આરોપીઓ સામે ગાળિયો કસ્યો છે. ત્યારે હવે હવે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલની જવાબદારી હેઠળ આગામી દિવસોમાં ભરતી પરીક્ષાનું આયોજન થઇ શકે છે. LRDની પરીક્ષા IPS હસમુખ પટેલના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ તેને લઇને પરીક્ષામાં કોઇપણ જાતનો ઓહાપોહ થયો ન હતો અને પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી. હવે તેમણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારીનો ચાર્જ સંભાળી લીધો છે.

એપ્રિલ મહીનામાં પંચાયતની પરીક્ષા યોજાઈ શકે છે

હસમુખ પટેલે કહ્યું હતું કે, પંચાયત સેવા મંડળ અને સરકાર પરીક્ષાઓ બિન વિવાદિત થાય તે માટે વધુ સારી રીતે કરવા માટે કેટલાય દિવસથી કવાયત થઈ રહી હતી. આજે મને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે ઘટના બની તે માટે દુઃખ છે. જેથી હવે વહેલામાં વહેલી સ્વચ્છ રીતે પરીક્ષા લેવાની કાળજી રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પણ નજર રાખવામાં આવશે. લોકરક્ષકની પરીક્ષા કરતા આ પરીક્ષામાં વધુ ઉમેદવાર છે. પેપર જે રીતે ફૂટ્યું તે કોન્ફિડન્સ બાબત છે. પણ 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. એપ્રિલ મહીનામાં પંચાયતની પરીક્ષા યોજાઈ શકે છે.

હવે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય

હવે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. વહેલી તકે પરીક્ષા લેવામાં આવશે. પેપર ક્યાં પ્રિન્ટીંગ કરશે તેની માહિતી ના આપી શકાય. અમારા માટે 3 બાબતો સૌથી મહત્વની છે. પેપર પ્રિન્ટિંગ અને પેપર કેન્દ્રો પર પહોંચાડવા અને 3 પરીક્ષા કેન્દ્રો પરથી પેપર લીક ના થાય. પેપરલીક કરનારને પકડ્યો છે. આ પરીક્ષાનું પેપર લીક થતા જ પકડ્યું છે. એટલે પોલીસ સતર્ક છે જ. ક્યાંય કોઈ ગરબડ દેખાય તો તરત જ અમારો સીધો સંપર્ક કરવો. અમારી જવાબદારી અમે નિભાવીશું. ઉમેદવારોએ પ્રમાણિકતાથી પેપર આપવા જોઈએ. પરીક્ષા પહેલા યેનકેન પ્રકારે પેપર મેળવવા પ્રયત્નો ન કરવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security