Published By : Parul Patel
જે ભારત દેશમાં દૂધ અને ઘીની નદીઓ વહે…તેવી કલ્પના કરવામાં આવતી હતી, તે દેશમાં માખણ અને ઘીની આયાત કરવી પડે તેવી પરિસ્થિતિનુ સર્જન થયુ છે. આ બાબત ચિંતાજનક છે.

સરકારે જાહેર કર્યું છે કે દેશના દક્ષિણ રાજ્યોના દૂધના સ્ટોકની ગણતરી કર્યાં બાદ માખણ અને ઘીની આયાત કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારે એમ પણ જણાવ્યું છે કે લગભગ દર વર્ષે દૂધના ઉત્પાદનમાં 6.25 ટકાના દરે વધારો થતો રહે છે. સફળ શ્વેત ક્રાંતિના કારણે આ શક્ય બન્યું છે. પરંતું અચાનક લમ્પી રોગ ફેલાતા ગત વર્ષે 1.89 લાખ પશુઓના મોત નીપજ્યા હતા. જેના કારણે દૂધનું ઉત્પાદન સ્થિર રહ્યુ હતુ. તો બીજી બાજુ દૂધની બનાવટોની માંગમાં 8 થી 10 ટકાનો વધારો થયો તેથી માખણ અને ઘીની આયાત કરવા માટે વિચારણા કરાઈ રહી છે.