- પાંચ જુગારી ફરાર થઇ ગયા
ઝઘડિયા તાલુકાના લીભેટ ગામના કાંકરિયા મોરા વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૦ હજાર અને બે ફોન તેમજ બાઈક મળી કુલ ૩૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને લીભેટ ગામના જુગારી ગણપત બુલા વસાવા,સન્મુખ વસાવા અને મુન્ના વસાવા,રાજુ વસાવાને ઝડપી પાડ્યો હતો. જયારે ઝઘડિયા પોલીસે કપલસાડી ગામના વણાછી ફળિયામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના જુગારી જયેશ વસાવા,મુકેશ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય પાંચ જુગારી ફરાર થઇ ગયા હતા.