આયુર્વેદ અનુસાર ગાય અને ભેંસના દૂધ કરતા બકરીનું દૂધ હળવું છે, એટલે જ જે લોકો ગાયને પચાવી શકતા નથી, તેમને બકરીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય ડેન્ગ્યૂ તાવમાં પ્લેટલેટ્સ (Platelets) ઓછા હોય ત્યારે બકરીના દૂધનું સેવન સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ બકરીના દૂધનું સેવન કરવાથી કેવા ફાયદાઓ થાય છે.

ત્વચા માટે ફાયદાકારક
દૂધનું સેવન ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એ જ રીતે બકરીના દૂધનું સેવન પણ તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર દૂધ આપણી ત્વચા માટે એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ તરીકે કામ કરે છે.
બકરીના દૂધનું પીએચ લેવલ આપણી ચામડીના પીએચ જેટલું હોય છે. એટલે કે જો તમે બકરીના દૂધનો ઉપયોગ ત્વચા પર કરશો તો તેનાથી તમારી ત્વચાને કોઈ નુકસાન નહીં થાય. આ સિવાય બકરીના દૂધમાં લેક્ટિક એસિડ અને ફેટી એસિડ હોય છે, જે તમારી ત્વચાને સરખી કરવાનું કામ કરે છે.

વજન વધારવા માટે
હેલ્થી વજન રાખવાથી ઘણા રોગોથી દૂર રહેવામાં અને તંદુરસ્ત જીવનશૈલી પર રહેવામાં મદદ મળે છે. બકરીના દૂધમાં ગાયના દૂધ જેવા જ પોષક તત્વો હોય છે. પરંતુ તેમાં ગાયના દૂધ કરતા થોડી વધારે કેલરી હોય છે. જે વજન વધારવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પ્લેટલેટ્સ વધારવા માટે
ડેન્ગ્યુ થાય ત્યારે શરીરના પ્લેટલેટ્સ સતત ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં બકરીના દૂધનું સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. રિસર્ચગેટના જાન્યુઆરી 2011ના રિસર્ચ અનુસાર બકરીનું દૂધ ડેન્ગ્યૂના દર્દીઓને ઇલાજ માટે સૌથી અસરકારક માનવામાં આવ્યું છે. કારણ કે તે શરીરમાં પ્લેટલેટ્સને ઝડપથી વધારવામાં મદદ કરે છે.

પચવામાં એકદમ સરળ
નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજીના જણાવ્યા અનુસાર બકરીનું દૂધ પચવામાં ખૂબ જ સરળ છે સાથે સાથે આપણું મેટાબોલિઝમ સ્મૂધ બનાવે છે. આ સાથે તેમાં લેક્ટોઝનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે, જેથી તે ગાયના દૂધનો સારો વિકલ્પ બની શકે છે.
શરીરમાં ઇન્સુલિન વધતું અટકાવશે
શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન હોવાને કારણે આપણું બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. ઉપરાંત, જ્યારે તમારા લોહીના પ્રવાહમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય, ત્યારે તે લીવરમાં બાકી રહેલા ગ્લુકોઝને પણ સંતુલિત કરે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, બકરીનું દૂધ ઇન્સ્યુલિન પ્રતિરોધકતા અટકાવવામાં મદદ કરે છે, કારણ કે ઇન્સ્યુલિન પ્રતિકાર શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધારે છે. જેના કારણે તે ટાઇપ 2 ડાયાબિટીસનું કારણ બની શકે