Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateતદ્દન ગરીબ પરિસ્થિતી અને ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરી અમેરિકા પહોંચી ગઇ...

તદ્દન ગરીબ પરિસ્થિતી અને ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરી અમેરિકા પહોંચી ગઇ…

Published by : Rana Kajal

  • હું ગરીબ જન્મી છું, પણ મારે ગરીબ મરવું નથી….

 ચંડીગઢ શહેરની ઝૂંપડપટ્ટીમાં જન્મેલી રુચિ જયસ્વાલ ચંદીગઢ નજીક જીરકપુરમાં રહે છે ચાર બહેનો અને એક ભાઈ સાથે બાળપણ ચંડીગઢના બાપુધામમાં જ વીત્યું હતુ. પિતા નાનું-મોટું કામ કરતા હતા. ક્યારેક કામ મળતું તો ક્યારેક ન મળતું. એક ટંકનું ખાવાનું પણ મુશ્કેલથી નસીબ થતું હતુ.ઉપરથી લોકોના મહેણાં-ટોણાં સાંભળવા પડતા હતા. રુચિને આ ઝૂંપડપટ્ટીમાંથી બહાર નીકળવું હતુ. વર્ષ 2008માં રૂચી ઝૂંપડપટ્ટી પાસેની શાળામાં ભણતી હતી અને હેન્ડબોલ પણ રમતી હતી. હેન્ડબોલ માટે  રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પણ થઈ હતી. રુચિને રમવા છત્તીસગઢ જવાનું હતુ. જ્યારે પિતાએ રમવા જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી પિતા પર પોતાના કરતા વધુ સંબંધીઓની અસર હતી. સંબંધીઓએ પિતા ને કહ્યું કે દીકરીને ઘરની બહાર ન જવા દો. આ નેશનલ રમત રમવાનું  ઘરની દીકરીઓનું કામ નથી. ઘરની દીકરી બહાર જશે તો ઈજ્જતની ઐસી-તૈસી થઈ જશે.પણ રુચિએ નક્કી કર્યું હતુ કે રમવા જવું જ છે.  જોવા દો કે મોટા ઘરની છોકરીઓ કેવી રીતે નેશનલ રમત રમે છે. પરંતુ પિતાએ એ સ્પષ્ટ કહ્યું કે  એક પણ પૈસા આપીશ નહીં, જોઈએ છીએ કે કેવી રીતે જાય છે. તેથી પિતાની સંમતિ વિના છત્તીસગઢ જવા નીકળી હતી. રહેવાનું અને ખાવાનું મફત હતુ, તેથી પૈસાની કોઈ ખાસ તકલીફ ન પડી. જ્યારે પણ રમત માટે રૂચીને બહાર જવાનું થતુ, ત્યારે ઘરમાં કકળાટ મચી જતો હતો, પરંતુ રૂચી  ઈરાદા સાથે મક્કમ રહેતી હતી.

ઘણી વખત નેશનલ રમત રમવા ગઈ હતી. પાંચ વખત મેડલ જીત્યો હતો. વર્ષ 2012માં રુચિની દીદીએ 10મું પૂરું કર્યું હતુ. ઘરના લોકો માનતા હતા કે દીકરી 10મું ભણી ગઈ છે, બસ, આનાથી આગળ ભણવાની જરૂર નથી. બંને બહેનોએ પિતાને કહ્યું કે  ઓછામાં ઓછું 12મા સુધી ભણવા દો. ઘણી આજીજી કર્યા પછી આખરે પિતા સંમત થયા હતા. ધો 12મા પછી રુચિના મગજમાં આ વાત ફરવા લાગી કે હવે  ગમે તે કરીને પૈસા કમાવા છે. આ ગરીબીમાંથી બહાર નીકળવું પડશે. ખરેખર ગરીબી કહેતી નથી,પરંતુ અનુભૂતિ ઘણું બધું કરાવે છે. બંને બહેનો કોલેજ જવા માંગતી હતી. આ તરફ  બહેનનાં લગ્નની વાતો ચાલતી હતી. રુચિ સાથેની અનેક છોકરીઓના તો લગ્ન પણ થઈ ગયાં હતા.રુચિએ વિચાર્યું કે બહેનના લગ્ન થઈ જશે, તે પછી તેનો જ નંબર છે. ખબર નહિ  કેવો છોકરો મળશે, આખી જિંદગી ગરીબીમાં વીતી જશે. લગ્ન, પછી બાળકો અને ગરીબી પિતાએ  કહ્યું કે કોઈપણ પરિવારની કોઈ છોકરી કોલેજ નથી ગઈ. તેમણે ખાવા-પીવાનું પણ છોડી દીધું. ઘરનું વાતાવરણ ઝેરી બની ગયુ. પિતાએ ફરી બીજી યુક્તિ અપનાવી કે કૉલેજમાં જઈશ તો હું પૈસા નહીં આપું, ફી નહીં આપુ. પરંતુ રૂચીને  મહિને 4500 રૂપિયાના પગારે કોલ સેન્ટરમાં નોકરી મળી ગઈ.

જૉકે પિતાએ જણાવ્યુ કે સુધી અત્યાર સુધી ઘરમાં કોઈ છોકરીએ નોકરી કરી નથી. તું નોકરી કરીશ તો ઝેર ખાઈ લઈશ. આખરે માતાની મદદના પગલે પિતા માની ગયા. કોલેજનું ઍક વર્ષ પુર્ણ થયુ. પિતાને કામ મળતું બંધ થયુ. ગરીબી ચરમસીમાએ પહોચી ગઇ જૉકે  ઘરની નજીક નવો મોલ ખૂલ્યો હતો.  બંને બહેનો સાંજે કામ કરવા ત્યાં જવા લાગી. ત્રણ મહિનામાં અમે બંનેએ રૂ. 40,000 કમાયા અને જ્યારે તે રૂપિયા પિતાને આપ્યા ત્યારે તે દિવસે પિતાને લાગ્યું કે દીકરીઓ પણ કંઈક કરી શકે છે.

વર્ષ 2015 માં રૂચી સ્નાતક થઈ. સ્લમ વિસ્તારમાં જ એક NGO તરફથી ચાલી રહેલા પ્રોગ્રામમાં એડમિશન લીધું. ત્યાં કોમ્યુનિકેશન સ્કિલ્સ શીખવવામાં આવતી હતી. ઈન્ટરકન્ટ્રી કાર્યક્રમો થતા હતા, વિદેશથી ઘણા લોકો આવતા હતા. રૂચીને ઘણો ફાયદો થયો અને  મલ્ટિનેશનલ રમકડાંની દુકાનમાં નોકરી મળી ગઈ.

નોકરી દરમિયાન જોયું કે લોકો પોતાનાં બાળકો માટે 20 હજાર રૂપિયા સુધીના રમકડાં ખરીદતા હતા. રુચિ હેરાન થઈ ગઈ કે  એ કેવા બાળકો છે, જેઓ આટલા મોંઘા રમકડાંથી રમે છે. પિતા અને રુચિને ડેન્ગ્યુ થયો એ ખુબ મુશ્કેલ દિવસો હતા. વર્ષ 2019ની વાત છે. રુચિ ને જાણવા મળ્યું કે યુ.એસ.માં મલ્ટિબ્રાન્ડ સ્ટોરમાં રિટેલ એસોસિએટ્સ માટે એક ઇન્ટરવ્યુ છે. કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા અને તરત જ ફ્લાઈટમાં મુંબઈ પહોંચી. રુચિનો ઇન્ટરવ્યુ 6 રાઉન્ડમાં લેવામાં આવ્યો હતો. એ પછી તેની પસંદગી થઈ. ઝૂપડપટ્ટીમાં રહેતી રુચિ અમેરિકા પહોચી ગઇ હતી..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!