પાકિસ્તાની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ છે. ભિખારી કરતા પણ ખરાબ સ્થિતિ તેની થઈ ગઈ છે. પોતાના વિદેશ મંત્રાલયના બિલ્ડીંગો પણ તેઓ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને વેચીને તે ગુજરાત ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજ બતાવી રહ્યું છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે. તેનું કારણ છે કે આતંકવાદીઓને પ્રોત્સાહન કરવા આશરો આપવો અને એના જ કારણે જયશંકર એ જે કહ્યુંકે, તમે સાપને ઘરે પાળશો તો તમને ચોક્કસ ડંખ મારશે. આ ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. પાકિસ્તાનના નાગરિકો વગર કારણે તેનો ભોગ બની રહ્યા છે. અને તેમને પણ નુકસાન થઈ રહ્યું છે. આપણો પાડોશી દેશ મજબૂત સમૃદ્ધ રહેવો જોઈએ એવું આપણા દેશની સંસ્કૃતિ કહે છે. પરંતુ કમનસીબે આપણા બાજુનો દેશ આતંકવાદીઓને પ્રોત્સાહન કરે છે અને આર્થિક પરિસ્થિતિમાં નબળું પડી ગયું છે. અને જ્યારે તેમના વિદેશ પ્રધાનને કોઈ મુદ્દો નથી મળતો ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગમે તેમ બોલવાનું તેઓ પ્રયત્ન કરે છે. એના કારણે આપણા દેશના લોકોમાં બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.
તમે સાપને ઘરે પાળશો તો તમને ચોક્કસ ડંખ મારશે. આ ડંખ પાકિસ્તાનને લાગ્યો છે : સી આર પાટીલ
RELATED ARTICLES




