Published By : Aarti Machhi

મેષ રાશિફળ
જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહિ કહી શકાય

વૃષભ રાશિફળ
આજે તમારા હાથ માં ધન નહિ ટકે, ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડશે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. દિવસ સારો છે; અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો.

મિથુન રાશિફળ
તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો.

કર્ક રાશિફળ
તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. આજના દિવસે તમને ધન લાભ થવાની પુરી શક્યતા છે સાથે જ તમને દાન-પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે.

સિંહ રાશિફળ
તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો. તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.


તુલા રાશિફળ
તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે.

વૃશ્વિક રાશિફળ
સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, અણધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે.

ધન રાશિફળ
તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે. વ્યર્થ વાદ-વિવાદમાં આજે ખાલી સમય બગડી શકે છે, જે તમને દિવસના અંતે નિરાશ કરશે.

મકર રાશિફળ
દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થયી શકો છો. તમે ઘરે થી કોઈ સમાચાર સાંભળી ને ભાવનાત્મક પણ થઈ શકો છો. સારો દિવસ છે.

કુંભ રાશિફળ
દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ.

મીન રાશિફળ
કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે.