Wednesday, July 23, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeતારીખ 16 ફેબ્રુઆરી 2024નું રાશિફળ

તારીખ 16 ફેબ્રુઆરી 2024નું રાશિફળ

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

આજે કેટલાંક મહત્વના કાર્યો પૂર્ણ નહીં થવાથી નિરાશ રહેશો, તેમ છતાં તમારી વાણી અને વ્યવહારમાં સંયમ જાળવો. કોઇ સંપત્તિ સંબંધિત કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોય તો તેમાં વિજય મળશે. પરિવારમાં ચાલી રહેલા વિવાદ કે મતભેદનો આજે અંત આવશે. આજે ભાગ્ય 79 ટકા તમારાં પક્ષમાં રહેશે. સફેદ વસ્તુનું દાન કરો.

વૃષભ રાશિફળ

સ્વાસ્થ્ય મામલે આજે દિવસની શરૂઆત મંદ રીતે થશે. બિઝનેસમાં કોઇ નવું કાર્ય શરૂ કરી શકો છો, પરંતુ પાર્ટનરશિપમાં કોઇ કામ ના કરો. સામાજિક ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ વિશ્વાસઘાતથી બચવું. જૂની ભૂલથી સબક શીખો. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચઢાવો.

મિથુન રાશિફળ

આજે દિવસ અત્યંત ફળદાયી રહેશે, નવું વાહન ખરીદી શકો છો. પરિવારના સભ્યો સાથે માંગલિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો. રોકાણ માટે દિવસ ઉથ્તમ છે, લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આજે ભાગ્ય 98 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો.

કર્ક રાશિફળ

કાયદાકીય મામલે આજે દિવસ ઉત્તમ રહેશે, આવકના નવા સ્ત્રોત મળશે. આજે કોઇ અજાણ્યા વ્યક્તિ પર ભરોરો ના કરો. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. કોઇ કામથી નાના અંતરની યાત્રા પર જવું પડી શકે છે. આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

સિંહ રાશિફળ

આજે દિવસમાં અચાનક લાભ પ્રાપ્ત થઇ શકે છે. બિઝનેસમાં કોઇ પાર્ટનરશિપ અંગે સમજી વિચારીને નિર્ણય લો. નવા કામકાજની શરૂઆત માટે દિવસ ઉત્તમ છે. વિદ્યાર્થી વર્ગને સીનિયર્સનો સાથ સહકાર મળશે. આજે ભાગ્ય 62 ટકા તમારાં પક્ષમાં રહેશે. કોઇ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો.

કન્યા રાશિફળ

આજે કોઇ વિશેષ કામને લઇ ચિંતિત રહી શકો છો. મનમાં કોઇ અજાણ્યો ડર પણ રહી શકે છે. નોકરીમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે, બાળકો તરફથી કોઇ સારાં સમાચાર મળી શકે છે. કોઇ કામથી યાત્રા પર જઇ શકો છો. આજે ભાગ્ય 78 ટકા તમારાં પક્ષમાં રહેશે. શિવ જાપ માળાનો પાઠ કરો.3

તુલા રાશિફળ

આજે તમારાં માન સન્માનમાં વૃદ્ધિ થશે, વાહન સુખ મળશે. લાંબા સમય બાદ કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. જીવનસાથીથી કોઇ વાતો છૂપાવીને રાખી હશે તો તે સામે આવી શકે છે. નવી સંપત્તિ ખરીદવાનું સપનું પૂર્ણ થશે. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો.

વૃશ્વિક રાશિફળ

આજે કારોબારમાં બમણો નફો મળશે. પરંતુ કોઇ અન્યોની વાતોને આધારિત નિર્ણય ના લો નહીં તો નુકસાન થઇ શકે છે. કોઇ મિત્રની સલાહથી પણ દૂર રહો. નવી નોકરી મળી શકે છે. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે. લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો.

ધન રાશિફળ

આજે દિવસ સામાન્ય રહેશે, વિરોધીઓથી સાવધ રહો અને કારણ વગર પરેશાનીઓ ઉભી કરવાથી બચો. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. બિઝનેસ ટીમ બનાવવાની યોજના ફળીભૂત થશે. ટીમ વર્કથી સમય પહેલાં કામ પૂર્ણ લેશો. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગુરૂજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો.

મકર રાશિફળ

આજે પરિવારના કોઇ સભ્ય તરફથી સારાં સમાચાર મળી શકે છે. વેપારમાં બદલાવ કરી શકો છો, પરંતુ જોખમ લેવાથી બચો નહીં તો નુકસાન થવાની સંભાવના છે. સંતાનના વિવાહમાં આવતી અડચણો આજે દૂર થશે. આજે ભાગ્ય 96 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગણેશ ભગવાનને લાડુનો ભોગ ધરાવો.

કુંભ રાશિફળ

આજે દિવસ સારો રહેશે, બિઝનેસમાં જૂની યોજનાઓનો ફાયદો મળી શકે છે. કોઇ લંબિત કાર્ય આજે ઝડપથી પૂર્ણ થઇ શકે છે. શારિરીક સમસ્યાથી પરેશાન હોવ તો તેમાં પણ રાહત મળશે. માતા સાથે સમય પસાર કરો. આજે ભાગ્ય 83 ટકા તમારાં પક્ષમાં રહેશે.


મીન રાશિફળ

આજે દિવસ વિલાસિતની વસ્તુઓમાં વૃદ્ધિ લઇને આવશે. જીવનમાં કોઇ મોટો નિર્ણય લઇ શકો છો. જીવનસાથી તરફથી કોઇ ઉપહાર મળી શકે છે. માતા પિતાના આશીર્વાદથી નાનો વ્યવસાય શરૂ કરી શકો છો. આજે ભાગ્ય 68 ટકા તમારાં પક્ષમાં રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!