Wednesday, July 23, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeતારીખ 24 જાન્યુઆરી 2024નું રાશિફળ

તારીખ 24 જાન્યુઆરી 2024નું રાશિફળ

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

વેપારી વર્ગે આજે કોઇને ઉધાર નાણા આપવાથી બચવું જોઇએ, જૂના ઋણના કારણે તણાવ રહી શકે છે. નોકરીયાત વર્ગને ઓફિસમાં પરેશાની કે વિવાદ થઇ શકે છે. મોસમી બીમારીઓથી બચો અને ખાન પાનનું વિશેષ ધ્યાન રાખો. આજે ભાગ્ય 80 ટકા તમારાં પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

વૃષભ રાશિફળ

આજે વિચારેલા કાર્યો પૂર્ણ થશે અને અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે. તમારી વિચારશક્તિમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. સંતાનનો સહયોગ મળશે. તમારાં પ્લાનિંગ અને મહેનતથી પૂરાં કરેલા કામકાજથી ફાયદો મળશે. આવકમાં વૃદ્ધિ થશે. આજે ભાગ્ય 96 ટકા તમારાં પક્ષમાં રહેશે. બ્રાહ્મણોને દાન કરો.

મિથુન રાશિફળ

વેપારમાં અચાનક ધનલાભ થવાની સંભાવના છે, પાર્ટનર તરફથી સહયોગ મળશે. પાર્ટનરનો સુઝાવ તમારાં માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. અચાનક ધન લાભ થઇ શકે છે અથવા અટકેલાં નાણા પરત મળી શકે છે. કેટલાંક સારાં અવસરો પણ તમારી સામે આવશે. આજે ભાગ્ય 87 ટકા તમારાં પક્ષમાં રહેશે. 

કર્ક રાશિફળ

કાર્યસ્થળે માહોલ તમારે અનુરૂપ નહીં હોવાથી મૂડ ખરાબ રહેશે, લવ લાઇફની ચિંતામાં કોઇ નિર્ણય નહીં લઇ શકો. દરરોજના કામકાજમાં પરેશાનીઓ આવી શકે છે, યોજના અનુસાર કાર્યો પૂરાં નહીં થાય. સ્વાસ્થ્ય અંગે સાવધાન રહો. આજે ભાગ્ય 60 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.

સિંહ રાશિફળ

તમારો આત્મવિશ્વાસ આજે ઉંચો રહેશે, તમે લોકોને પ્રભાવિત કરી શકશો. તમારી સલાહથી લોકોને લાભ મળશે, આજે પરાક્રમ અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે અને મનોબળ વધશે. લાંબા સમયથી અટકેલાં કાર્યોને આજે પૂરાં કરી શકશો. આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

કન્યા રાશિફળ

આજે પરિવારની મદદ મળી શકે છે, માનસિક શાંતિ રહેશે. વિચારેલા કાર્યો પૂરાં થશે, કરિયર અને રોકાણ ક્ષેત્રમાં નવા અને સારાં અવસરો પણ મળી શકે છે. પૈસા અને પરિવારની સ્થિતિ પર સંપૂર્ણ ધ્યાન આપો. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો.

તુલા રાશિફળ

આજે મહેનતથી સફળતા પ્રાપ્ત થશે, તમારી મનોકામના પૂર્ણ થશે. પ્રમોશન મળવાની શક્યતાઓ છે, દરેક કાર્યોમાં અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. તમારી રાશિમાં ગ્રહોનો સારો સંયોગ બની રહ્યો છે, તેથી દરેક કાર્યોમાં સફળતા મળશે. આજે ભાગ્ય 83 ટકા તમારાં પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેંટ કરો.

વૃશ્વિક રાશિફળ

ધન સંબંધિત મામલે હાનિ થવાના યોગ છે, કેટલાંક કાયદાકીય મામલાનો ઉકેલ મળશે. ખાસ કાર્યોને પૂરાં કરવા માટે વધુ મહેતન કરવી પડશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને સતત થાક રહેવાની શક્યતા છે. અનાવશ્યક ખર્ચથી બચો. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો.

ધન રાશિફળ

શૅર માર્કેટમાં સમજી વિચારીને રોકાણ કરો. નોકરીમાં વરિષ્ઠ અધિારીઓ સાથે સંબંધોને લઇને થોડાં સાવધાન રહો. કરિયર માટે જે લોકો મહત્વપૂર્ણ છે તેઓના તરફથી પરેશાની રહી શકે છે. ધૈર્ય રાખો અને દિવસ શાંતિથી પસાર કરો. આજે ભાગ્ય 64 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો.

મકર રાશિફળ

આજે કોઇ પ્રકારે હાનિ થઇ શકે છે. દેખાડા કે આડંબરથી દૂર રહો, પરિવારમાં આર્થિક સ્થિતિને લઇ ઉગ્ર ચર્ચા થઇ શકે છે. નાણાકીય મામલે સાવધાન અને સતર્ક રહો નહીં તો મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. આજે ભાગ્ય 66 ટકા તમારાં પક્ષમાં રહેશે.

કુંભ રાશિફળ

કરિયર સંબંધિત કોઇ શુભ સમાચાર આજે મળી શકેછે, શત્રુઓ પર આજે હાવી રહેશો. જૂના વિવાદોને ઉકેલવાનો પ્રયાસ કરો અને સ્થિતિને તમારાં પક્ષમાં કરી લો. નોકરીયાત વર્ગ માટે સમય ઉત્તમ છે, નવા લોકો સાથે મુલાકાત થશે. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની 108 વખત માળાનો જાપ કરો.


મીન રાશિફળ

આજે કરિયર સંબંધિત સંવેદનશીલ નિર્ણયો લેવામાં સાવધાની રાખો, સમજી વિચારીને રોકાણ કરો. કામમાં ભૂલો થઇ શકે છે. આજે કાર્યભારના કારણે સતત થાક પણ રહી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. કોઇ પણ પ્રકારના જોખમ લેવાથી આજે બચો. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પાર્વતીની પૂજા કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!