Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchદહેજની લુના કેમીકલ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા આગની દહક...

દહેજની લુના કેમીકલ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા આગની દહક…

Published By : Parul Patel

  • ચારથી વધુ ફાયર ટેન્ડરોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેતા હાશકારો
  • એક કામદાર ભાગવા જતા ઇજાગ્રસ્ત બન્યો

દહેજ GIDC ની લુના કેમિકલ કંપનીમાં બોઇલમાં બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. ઘટનાને પગલે ફાયર ટેન્ડરો સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેતા તંત્રએ રાહત અનુભવી હતી. એક કામદાર ભાગવા જતા ઇજાગ્રસ્ત બન્યો હતો.

દહેજ ઉધોગ વિસ્તારથી દેશ-વિદેશમાં પ્રચલિત બન્યો છે. ઉધોગ નગરીમાં અકસ્માતના નાના – મોટા બનાવો બનતા રહે છે. આજરોજ બપોર સમયે દહેજ GIDC માં આવેલ લુના કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના બોઇલરમાં કોઈક કારણસર બ્લાસ્ટ થવા પામ્યો હતો.

બ્લાસ્ટને પગલે ઉધોગ નગરીમાં થોડા સમય માટે સન્નાટો વ્યાપી ગયો હતો. બીજી તરફ દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા હતા. આગ લાગવાની ઘટનાને લઈ ઉદ્યોગ નગરીના ફાયર ટેન્કરો સ્થળ ઉપર દોડી જઇ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ લખાઈ રહ્યુ છે…ત્યારે આગ કાબુમાં આવી હોવાની માહિતી સાંપડી છે. આગ લાગતા એક કામદાર ભાગવા જતા, પડી જતા ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અન્ય કોઈ કામદારોને જાનહાની નહિ થયાની માહિતી તંત્રમાંથી પ્રાપ્ત થઈ છે. આગને પગલે કંપનીમાં મોટા ભાગની મશીનરી અને કેમિકલ્સ બળીને ખાખ થઈ ગયા હતા. ચારથી વધુ ફાયર ફાઈટરોની મદદથી આગ કાબુમાં આવી જતા ઉધોગ સત્તાધીશો અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્ય હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!