- મિત્રો અને સગાં-સંબંધીઓ હોસ્પિટલે પહોંચ્યાં…. લાગણીસભર મેસેજો પોસ્ટ કર્યાં…
વિશ્વના નામાંકિત ઓલ ટાઈમ ગ્રેટ ફૂટબોલ ખેલાડી પેલેની હાલત અત્યંત ગંભીર છે..બ્રાઝિલનો મહાન ફૂટબોલર હાલમાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે. તેમને સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની તબિયત સતત બગડી રહી છે અને તેની અસર તેમની કિડની અને હૃદય પર થઈ રહી છે. લાબા સમયથી કેન્સર સામે લડી રહેલા 82 વર્ષીય દિગ્ગજ ફૂટબોલરને જોવા માટે નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. રવિવારે તેમનો પરિવારે હોસ્પિટલમાં જ ક્રિસમસની ઉજવણી કરી હતી. રવિવારે સવારે તેમની પુત્રી, કેલી નેસિમેન્ટોએ ઇન્સ્ટા પર એક કુટુંબનો ફોટો પોસ્ટ કર્યો. તેણે 3 કલાક પહેલાં તેની ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું- ‘કૃતજ્ઞતા, પ્રેમ, પારિવારિક એકતા… એ જ નાતાલનો સાર છે. તમે ક્રિસમસ પર મોકલેલા પ્રેમ બદલ ધન્યવાદ…આભાર અને પ્રેમ. આ મજેદાર અને અદ્ભુત જીવનમાં હું તેમના (પેલે) વિના કંઈપણ નથી. આજે અને હંમેશા, મેરી ક્રિસમસ.’જ્યારે, પુત્ર એડિન્હોએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટમાં લખ્યું- ‘પપ્પા… તમે મારી તાકાત છો.’ પેલેનો પુત્ર એડસન ચોલ્બી શનિવારે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તે એડિન્હો તરીકે ઓળખાય છે. પેલેની પુત્રી કેલી નેસિમેન્ટો પણ હોસ્પિટલમાં છે.




