Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateદિલ્હીમાં PM મોદીનો રોડ શો શરૂ...મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા...

દિલ્હીમાં PM મોદીનો રોડ શો શરૂ…મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા…

Published by : Rana Kajal

 ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો દિલ્હીના પટેલ ચોકથી શરૂ થયો છે. રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો હાજર છે. લોકો ફૂલોની વર્ષા કરીને મોદીનું સ્વાગત કરી રહ્યા છે. ઢોલ-નગારાનો ગુંજ સંભળાય છે. લોકો મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે.

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તમામ વરિષ્ઠ નેતાઓ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ભાગ લઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર NDMC કન્વેન્શન સેન્ટર પહોંચ્યા છે. આ પહેલા બીજેપી અધ્યક્ષ જેપીનડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ બેઠકમાં ભાગ લેવા માટે કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા.

આ બેઠકમાં રાષ્ટ્રીય કાર્યકારિણી માટેના એજન્ડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ પછી, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ના કન્વેન્શન સેન્ટરમાં કાર્યકારી બેઠક શરૂ અને તેની શરૂઆત સ્પીકર નડ્ડાના ભાષણથી થઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઘણા કેન્દ્રીય પ્રધાનો, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ આ બે દિવસીય બેઠકમાં ભાગ લેશે.વડાપ્રધાન મંગળવારે બેઠકના સમાપન સત્રને સંબોધિત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security