Published By : Parul Patel
મધ્યપ્રદેશના ઈન્દોરથી લગભગ 35 કિલોમીટર દૂર હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં હનુમાનજી પોતાના મસ્તક પર બિરાજમાન છે…આ મંદિરમાં રામ અને શિવ-પાર્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત છે…
મધ્યપ્રદેશના ઈન્દોરથી લગભગ 35 કિલોમીટર દૂર હનુમાનજીનું ભવ્ય મંદિર છે. આ મંદિરમાં માત્ર હનુમાનજીની મૂર્તિઓ જ નથી, બજરંગબલી ઉપરાંત ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને શિવ-પાર્વતીની મૂર્તિઓ પણ અહીં સ્થાપિત છે.
આ મંદિરમાં સાથે રામ-રાવણ યુદ્ધ અને અહિરાવણ સંબંધ છે. અહીં ના જુના ઈતિહાસ, અને અહીંના જુના જાણકારો પ્રમાણે રામ-રાવણ યુદ્ધ દરમિયાન રાવણના ભાઈ અહિરાવણે એક યુક્તિ રમી હતી. યુદ્ધ દરમિયાન, તેઓ પોતાનો વેશ ધારણ કરીને શ્રી રામની સેનામાં જોડાયા પછી પોતાની શક્તિથી રામ-લક્ષ્મણને બેભાન કરીને પાતાળ લોકમાં લઈ ગયા. જ્યારે આ વાતની હનુમાનજીને ખબર પડી ત્યારે તે પાતાળ લોક ગયા અને અહિરાવણનો વધ કર્યો. ભગવાન રામ અને લક્ષ્મણને મુક્ત કાર્ય. લોકો માને છે કે સાંવર એ જ સ્થાન છે જ્યાંથી બજરંગબલી પાતાળ લોક ગયા હતા. તે સમયે તેના પગ આકાશ તરફ અને માથું જમીન તરફ હતું. જેના કારણે આ હનુમાન મંદિરમાં હનુમાનજીના ઉલ્ટા સ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
જેમ તેમને રામ અને લક્ષમણને મુક્ત કર્યા તેમ હનુમાનજીના દર્શનથી લોકોનો દુ:ખ દૂર થાય છે, એવી માન્યતા છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે જે વ્યક્તિ અહીં 3 કે 5 મંગળવાર સુધી હનુમાનજીના દર્શન કરે છે, તેના તમામ દુ:ખ અને કષ્ટોનો અંત આવે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ માન્યતાઓ સાથે દુનિયાભરમાંથી લોકો અહીં હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.