Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeTop NewsLife Styleદુનિયામાં મહિલાઓમાં ગુસ્સાનું લેવલ વિશ્વ કરતાં બમણું...

દુનિયામાં મહિલાઓમાં ગુસ્સાનું લેવલ વિશ્વ કરતાં બમણું…

Published by : Rana Kajal

વિશ્વભરની મહિલાઓમાં વધતા તણાવ અને ગુસ્સાનું કારણ સમજાવે છે. તમામ દેશોમાં મહિલાઓ પહેલાં કરતાં વધુ શિક્ષિત બની અને નોકરી કરવા લાગી છે, જેને કારણે મહિલાઓમાં આત્મનિર્ભરતાથી વધુ આત્મવિશ્વાસ મળ્યો છે, પરંતુ આજે અમુક ઘરોમાં સમાનતાની વાત કરવામાં આવે છે ત્યારે પિતૃસત્તાક વ્યવસ્થા વચ્ચે આવી જ જાય છે.

આ અસંતુલન વચ્ચે પીડિત મહિલાઓ પણ હવે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. મહિલાઓ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. પહેલાં મહિલાઓના ગુસ્સો કરવો એના કારણ કરતાં પણ વધુ ખરાબ માનવામાં આવતું હતું. જોકે સમાજની વિચારસરણી બદલાઈ ગઈ છે. હવે આ નૈતિક દબાણ ઘટ્યું છે. એક દાયકામાં સ્ત્રીઓ તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે સશક્ત બની છે.

છેલ્લા એક દાયકામાં લોકોની માનસિક હાલતમાં શું ફેરફાર થયો છે અને તેમની ભાવના જાણવા માટે ગેલપ વર્લ્ડ પોલ દ્વારા 2012થી 2021 સુધી 150 દેશના 12 લાખ લોકો પર સર્વે કરવામાં આવ્યો છે, જેના પરથી ખબર પડી છે કે 10 વર્ષ પહેલાં મહિલા અને પુરુષોમાં ગુસ્સા અને તણાવનું લેવલ એક સરખું હતું, પરંતુ છેલ્લાં 10 વર્ષથી મહિલાઓમાં તનાવનું પ્રમાણ વધી ગયું છે. હવે તો પહેલાં કરતાં વધુ ગુસ્સે થાય છે.

મહિલાઓમાં ગુસ્સાનું લેવલ 6% વધારે

તો આંકડાઓ પર નજર નાખવામાં આવે તો સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓમાં ગુસ્સાનું લેવલ પુરુષો કરતાં 6% વધારે છે. ભારત અને પાકિસ્તાનમાં મહિલાઓમાં તણાવ અને ગુસ્સાનું લેવલ વિશ્વ કરતાં બમણું છે, એટલે કે 12% છે. ભારતમાં 27.8% પુરુષો ગુસ્સો કરે છે, જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ 40.6% છે. કોરોના મહામારીનાં બે વર્ષમાં એમાં પણ વધુ વધારો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!