Published By : Patel Shital
કોરોના મહામારી બાદ દેશ અને રાજ્યમાં ફેફ્સાંની બીમારીના દર્દીની સાથે જ હાર્ટના દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમજ હાર્ટ એટેકના કિસ્સા અને તેથી થતા મોતના બનાવોમાં પણ ચિંતા જનક વધારો થયો છે…
કોરોના મહામારી બાદ હાર્ટ પર વિપરીત અસર થતી જોવા મળી છે. જેને કારણે ભારતમાં હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. 40 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિઓ આજકાલ એટેકથી પોતાનો જીવ ગુમાવે છે. હ્રદય સબંધિત રોગ અને બીમારીઓમાં વધારો થતા તબીબોમાં ચિંતા જોવા મળી રહી છે. હાર્ટના એક નિષ્ણાંત ના જણાવ્યા મુજબ, કોરોનાએ માણસની નસો પર પણ અસર કરી છે, જેને કારણે નસોમાં સોજો જેને બળતરા પ્રતિક્રિયા કહેવામાં આવે છે તે નસોને બ્લોક કરવામાં વધારો કરે છે. જોકે નિષ્ણાંતો એ વાતને તદ્દન નકારે છે કે, કોવિડ વેક્સીન લેવાને કારણે હાર્ટ એટેક કે હ્રદયના દર્દીની સંખ્યામાં વધારો થયો છે, આ વાત માત્ર અફવા છે. તે સાથે આજના યુવાઓની ખરાબ લાઇફસ્ટાઇલ નાની ઉંમરમાં તેમણે હ્રદયના રોગી બનાવી દે છે. આવી કેટલીક ઘટનાઓ છે જેમાં યુવાઓનું અચાનક મોત થતા તેના કારણમાં હાર્ટ એટેક જોવા મળતું હોય છે. ચોંકાવનારી વાત એ છે કે હાર્ટ એટેકની આ પરેશાની તે યુવાઓમાં થઇ રહી છે જેમણે ન તો બ્લડપ્રેશરની સમસ્યા છે અને ન તો ડાયાબિટિસ છે.
કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે તો તેને ચોક્કસ સ્થિતિમાં જમીન પર બેસાડવો જોઈએ અને તરત જ તે વ્યક્તિને આદુનો ટુકડો આપી તેને ચાવવાનું કહે છે. આથી શરીરમાં નાઈટ્રિક ઑકસાઈડનું ઉત્પાદન વધારશે અને નસો ખોલશે. તે પછી દર્દીને હોસ્પિટલમાં લઈ જઈ શકાય છે.