Published by : Rana Kajal
દેશનાં જુદા જુદા મહાનગરો અને નગરોમાં રહેતી 10 હજાર મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વેમાં એવુ તારણ આવ્યું હતું કે 73 ટકા મહિલાઓ પિરિયડ્સના દિવસોમા ફરજ પરથી રજા ઈચ્છે છે. હાલમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, અમદાવાદ, હૈદરાબાદ, કોલકતા, ચેન્નાઇ, પુણે, લખનૌ અને પટણા સહીત મહત્વના મહાનગરો અને નગરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે માં 18થી 35 વર્ષની વય જૂથની આશરે 10 હજાર મહિલા ઓને આ સર્વે માં આવરી લેવામાં આવી હતી. વેટ એન્ડ ડ્રાય પર્સનલ કેરના સીઈઓ હરિઓમ ત્યાગી એ જણાવ્યુ હતુ કે સરવે નુ ઍવુ તારણ આવેલ છે કે 50 ટકા કરતા વધુ મહિલાઓ તેમના પીરીયડસ્ના પ્રથમ બે દિવસ સારી રીતે ઉંઘી શકતી નથી. તેથીજ 73 ટકા કરતા વધુ મહિલાઓ પીરીયડસ્ ના દિવસો દરમિયાન રજા ઈચ્છે છે.