Published by : Rana Kajal
ગેમિંગ એપ દ્વારા બ્રેઈન વોશ કરી ધર્મ પરિવર્તન કરાવતી ગેંગ ઉત્તર પ્રદેશ માંથી ઝડપાઈ હતી તેવી ચોંકાવનારી માહિતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે યુપી પોલીસે એક એવો કેસ પકડ્યો છે જેમાં સ્માર્ટફોનમાં ગેમિંગ એપ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યુ છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગેમિંગ એપ દ્વારા ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરાવતી આ એક બહુ મોટી ગેંગ છે જે બાળકોને ખોટી રીતે ફસાવીને તેમનુ ધર્માંતરણ કરાવી રહી છે. અત્રે નોંધવું રહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગત પણ જાણવા મળી છે કે ધર્મ પરિવર્તન કરાવતી આ ગેંગ માત્ર ઉત્તર પ્રદેશમાંજ નહી પરંતું દેશનાં અન્ય રાજ્યોમાં પણ સક્રીય છે. આ ધર્મ પરિવર્તન કરાવતી ગેંગ ની વધુ તપાસ દરમિયાન ગેંગ દ્વારા દેશમા કયા કયા કેટલા બાળકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું અથવાતો પ્રયાસ કરવામાં આવ્યો તેની ચોક્કસ વિગતો સામે આવી શકશે એમ મનાઈ રહ્યું છે