Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratધો.1 માં છ વર્ષ પૂર્ણ થવાનો નિયમ… રાજ્યના 9 લાખ કરતા વધુ...

ધો.1 માં છ વર્ષ પૂર્ણ થવાનો નિયમ… રાજ્યના 9 લાખ કરતા વધુ બાળકોને થશે અસર…

Published by: Rana kajal

ગુજરાતમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે પહેલી જૂને બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થઈ હોવી જરૂરી છે, તે સરકારી નિયમની કાયદેસરતાને પડકારતી અરજીના પગલે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં એડ્વોકેટ જનરલ હાઈકોર્ટને મદદ કરે. જોકે સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી ચોથી જુલાઈએ હાથ ધરાશે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ સચિવ પાસેથી માહિતી મેળવો કે પહેલા ધોરણમાં પ્રવેશ માટેના આ નિયમને લીધે રાજ્યમાં કેટલા બાળકો અસર પામે છે અને આ અંગે જવાબ રજૂ કરો. સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે સચિવે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે પહેલા ધોરણમાં પ્રવેશ માટે વયમર્યાદા અંગેના નિયમથી રાજ્યમાં અંદાજે 9 લાખ બાળકો અસર પામશે. જેમને આ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ નહીં મળી શકે અને તેમણે પ્રિ-પ્રાઈમરી શાળામાં ફરીથી આ વર્ષ રિપીટ કરવું પડશે. જેથી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈમાં છ માસની સુધીની રાહત આપો. હાઈકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપે કે તા.1-12-23ના રોજ જે બાળકોના છ વર્ષ પૂર્ણ થાય છે તેમને પહેલા ધોરણમાં પ્રવેશ આપવા માટે મંજૂરી આપે.
જોકે આ અરજીનો વિરોધ કરતા સરકારી વકીલની રજૂઆત હતી કે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ દેશના તમામ રાજ્યોમાં પહેલા ધોરણમાં બાળકને પ્રવેશ આપવા માટે છ વર્ષની વયમર્યાદા નક્કી કરાયેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવાયેલો છે, સરકારે વર્ષ 2012ના રૂલ્સમાં વર્ષ 2020માં સુધારો કર્યો છે. જેમાં આ રૂલ્સના અમલવારી પર ત્રણ વર્ષ સુધી રાહત અપાઈ હતી. હવે તા.1-06-2023ના રોજથી તેનો અમલ શરૂ કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!