Published by : Rana Kajal
નબીપુર નજીક સર્જાયો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે 48 ઉપર વડોદરાથી સુરત જવાના રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાંચ વાહનોમાં 1કન્ટેનર, 2 ખાનગી બસો, 1 સરકારી બસ તેમજ મારુતિ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મારુતિ વાનમાં સવાર બે ઈસમોનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને 108ની મદદથી ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અક્સ્માતના બનાવમાં મુત્યુ પામેલાઓમાં હર્ષદભાઇ મગનભાઈ માછી અને અશોકભાઇ સોમાભાઈ માછીનો સમાવેશ થાય છે જયારે ઇજાગ્રસ્તોમાં ભાવેશભાઇ મોહનભાઈ માછી અને શૈલેશભાઇ ચંદુભાઈ માછીનો સમાવેશ થાય છે અકસ્માતના બનાવ અંગે નબીપુર પોલિસ તપાસ કરી રહી છે.
