Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDesignMake it Modernનવા યુનિફોર્મમાં રાજયના પોલીસ કર્મચારીઓ વધુ સ્માર્ટ લાગશે...

નવા યુનિફોર્મમાં રાજયના પોલીસ કર્મચારીઓ વધુ સ્માર્ટ લાગશે…

Published By : Parul Patel

ગુજરાતના જવાનોની ખુમારીમાં ચાર ચાંદ લગાવશે નવો યુનિફોર્મ…

વર્ષો પહેલાં અગ્રેજોના શાસનકાળથી પોલીસના યુનિફોર્મનો રંગ ખાકી રહ્યો છે. ગુજરાતમાં વર્ષોથી પોલીસનો ખાખી વર્દીનો યુનિફોર્મ ચાલતો આવ્યો છે. હવે સરકારે પોલીસના ખાખી યુનિફોર્મનો રંગ અને ડિઝાઇન બદલવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. જેના આધારે અનંત નેશનલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્ય રાણા અને તેમની ટીમે ગુજરાતના ગાંધીનગર, મહેસાણા પાટણ, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાઓ સહિત 35 થી વધુ શહેરોમાં ફરજ બજાવતા વિવિધ રેન્કના 7 હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને ફરજ બજાવતા પોલીસના યુનિફોર્મની ખાસ ડિઝાઈન પણ તૈયાર કરી છે. આ ડિઝાઈનને સરકાર તરફથી લીલી ઝંડી મળતાં જ આગામી સમયમાં પોલીસ કર્મચારીઓ નવા કલરના યુનિફોર્મમાં જોવા મળશે.

નવી ડિઝાઇનનો યુનિફોર્મ ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓ માટે વરદાન સાબિત થશે. મળતી માહિતી મુજબ પોલીસમાં જવાનો અને અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતો વર્તમાન ડ્રેસ અત્યંત ચુસ્ત અને ફીટ છે. અને પેન્ટ પહેરવું પણ અસુવિધાજનક છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોર્ડનાઇઝેશન દ્વારા અગાઉ પોલીસના હાલના ડ્રેસમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી હતી. ખાખી રંગનો ઈતિહાસ જોતા ખાખી રંગ વાસ્તવમાં ધૂળનો રંગ છે. 1847 માં, સર હેરી લમ્સડેને સત્તાવાર રીતે ખાખી યુનિફોર્મ અપનાવ્યો અને ત્યારથી ભારતીય પોલીસમાં ખાખી યુનિફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતું હવે ખુબ ઓછા સમયમાં પોલીસનો યુનિફોર્મ બદલાઈ જશે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!