Published by : Rana Kajal
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 શ્રેણીની શરુઆત મંગળવારથી થનાર છે, આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ દ્રવિડ સાથે મુંબઈમાં ટીમના પ્રદર્શનને લઈ ચર્ચા કરાશે. સંસ્થાના અહેવાલ મુજબ 1 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ અને નિયમીત કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડની પ્રદર્શનને લઈ ચર્ચા માટે બેઠક યોજાશે. રવિવારે આ ચર્ચામાં આગામી ટૂર્નામેન્ટને લઈ રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં એનસીસીના અધ્યક્ષ વીવીએસ લક્ષ્મણ હાજર રહેશે એમ મનાય છે.
બોર્ડના સૂત્રોનુસાર મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને એનસીએ અધ્યક્ષ વીવીએસ લક્ષ્મણના બીસીસીઆઈ પદાધિકારીઓ સાથે ભારતના પ્રદર્શનનુ વિશ્લેષણ કરવાની શક્યતા છે. આ દરમિયાન વનડે વિશ્વકપને લઈ પણ ચર્ચાઓ થવાની આશા છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વિશ્વકપ 2022 ની સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. જોકે સેમિફાઈલમાં ભારતે 10 વિકેટ હારનો સામનો કર્યો હતો. જે ટક્કર ઈંગ્લેન્ડ સામે હતી. આમ ફાઈનલથી એક કદમ દૂર રહીને જ ભારતની આઈસીસી ટ્રોફીની આશા ફરી એકવાર સફળ થઈ શકી નહોતી.
ભારતીય ટીમ વર્ષ 2023ની શરુઆતથી ટી20 શ્રેણી સાથે કરશે. વર્ષની પ્રથમ સિરીઝ શ્રીલંકા સાથે રમાશે. મંગળવાર એટલે કે 3 જાન્યુઆરી થી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 સિરીઝની શરુઆત થશે. જે મુંબઈમાં રમાનાર છે.




