ગુજરાત વિધાનસભા 2022 અંતે યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે બધા જ પક્ષોએ પોતપોતાની જીતની ફોર્મ્યુલાઓ અજમાવવાની શરુ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ સક્રિય થઇ ગયા છે. લોકો સાથે સીધો સંપર્ક સાધવાના પ્રયત્નો શરુ થઇ ગયા છે. એક તરફ મતદારોમાં રોષ અને ફરીયાદો છે તો બીજી તરફ તમામ પક્ષો સભાઓ અને પ્રચારમાં વ્યસ્ત છે. દરેક બેઠક પર નવા સમીકરણો બની રહ્યા છે.
મતદારોની સંખ્યા
નાંદોદ બેઠકમાં કુલ મતદાર સંખ્યા 235056 છે, જેમાં 119480 પુરુષ મતદાર, 115574 મહિલા મતદાર અને 2 અન્ય મતદારનો સમાવેશ થાય છે.
નાંદોદ બેઠક પર મતદારો અને જાતીગત સમીકરણો
નાંદોદ બેઠક પર બ્રાહ્મણ, વણિક અને પાટીદાર મતદારોની કુલ સંખ્યા 32 હજાર જેટલી છે. જયારે તડવી, વસાવા અને ભીલ વગેરે આદિવાસી મતદારોની સંખ્યા 1,46,000 છે તેમજ લઘુમતી મતદારો 15 હજાર છે અને બક્ષીપંચના મતદારો 18 હજાર છે.
નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં તડવી સમાજ ઉપરાંત વસાવા સમાજનું પણ પ્રભાવશાળી પ્રતિનિધિત્વ હોવાથી તેમને પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી. તેમાં પણ તડવી અને વસાવા સમાજના મતદારો નિણૉયક બની રહેશે. આ બંને જ્ઞાતિના મતદારોના વર્ચસ્વને કારણે રાજકીયપક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં બન્ને જ્ઞાતિને ધ્યાનમાં રાખશે તેવું મનાય છે.
નાંદોદ વિધાનસભા બેઠક પરિણામ
2012 નાંદોદ વિધાનસભા બેઠક પરિણામ
નાંદોદ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવીને 79580 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઈ વસાવાને 63853 મત મળ્યા હતા તેમાંથી 2012માં નાંદોદની વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવી 79580 મત મેળવી વિજેતા બન્યા હતા.
2017 નાંદોદ વિધાનસભા બેઠક પરિણામ
નાંદોદ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રેમસિંહભાઈ વસાવાને 81849 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવીને 75520 મત મળ્યા હતા તેમાંથી 2017માં નાંદોદની વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પ્રેમસિંહભાઈ વસાવા 81849 મત મેળવી વિજેતા બન્યા હતા.
ચૂંટણી વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2017 | પ્રેમસિંહ વસાવા | કોંગ્રેસ |
2012 | શબ્દશરણ તડવી | ભાજપ |