ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હજુ પણ ઘણા નેતાઓ પક્ષ પલ્ટો કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે NCP ગુજરાતના મહિલા પ્રમુખ રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે NCP અને કોંગ્રેસનું ગઠબંધન પણ રચાયું છે.તમને જણાવી દઈએ એ કે બન્ને પક્ષોએ ત્રણ બેઠક માટે ગઠબંધન કર્યું છે. સાથે સાથે રેશમા પટેલની સૌરાષ્ટ્ર માંથી ચૂંટણી લડવાની ઈચ્છા રહી ગઈ છે. તો આ કારણે નારાજ રેશમા પટેલ NCPનો સાથ છોડીને આપના શરણે જવાનો નિર્ણય કર્યો છે.રાઘવ ચઢ્ઢાની હાજરીમાં વિધિવત રીતે આપમાં જ્પોડયા હતા. તો બીજી તરફ આપ પાર્ટી પણ રેશમા પટેલને વિરગામથી હાર્દિકની સામે ચૂંટણી લડાવવાની તૈયારી કરી રહી હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે.જો કે રેશ્મા પટેલે જણાવ્યુ હતું કે મારે આમ તો કોઇની સામે ટીયપ્પાની કરવી નથી પરંતુ જે આશા અપેક્ષાઓ હતી તે પરિપૂર્ણ ન થતાં આ નિર્ણય લીધો છે અને સમાજની સેવા કરવામાં મને આમ આદમી પાર્ટી યોગ્ય લાગી તેથી તેઓ સાથે જોડાઈ છું
નારાજ નેતાઓના નામમાં વધુ એક વધારો. NCP નેતા રેશમા પટેલ આપમાં જોડાયા…
RELATED ARTICLES




