Published by : Rana Kajal
નેપાળની રાજકીય ઉથલ પાથલ અંગે કોણે ભૂમિકા રચી…ભારતના પાડોશી દેશ નેપાળમાં રાજકીય ઉથલ પાથલ ચાલી રહી છે તેવામાં આવનાર તા 9 માર્ચના રોજ નેપાળમાં રાષ્ટ્રપતીની ચૂટણી યોજાનાર છે. ત્યારે આ ઉથલ પાથલને ખૂબ મહત્વ અપાઇ રહ્યું છે…
તાજેતરમાં તા 13 ફેબ્રુઆરી નારોજ ભારતીય વિદેશ સચિવ વિનય મોહન કવાત્રા બે દિવસની નેપાળની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ થોડાજ દિવસોમાં નેપાળમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. તેથી કેટલાક લોકો વિદેશ સચિવ ની નેપાળની મુલાકાતને પણ મહત્વ આપી રહ્યા છે. સાથેજ નોંધવુ રહ્યું છે સચીવ કવાત્રા વર્ષ 2020થી 2022સુઘી નેપાલ ખાતે રાજદૂત પણ રહી ચૂક્યા છે. ત્યારે હાલમાંજ નેપાળના પુર્વ પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલી અને વર્તમાન પ્રધાન મંત્રી પુષ્પ કમલ દાહલનુ ગઠબંધન તુટી ગયું.. રાજકીય નિરિક્ષકો આ તમામ રાજકીય ઘટનાઓ ઍક બીજા સાથે સંકળાયેલી હોવાનુ માની રહયા છે. તેથી એમ પણ કહેવાય રહ્યુ છે કે ભારતીય વિદેશ સચિવની નેપાળ દેશની મુલાકાત નેપાળની રાજકીય ઉથલપાથલ માટે સૂચક છે.