Published by : Vanshika Gor
ભટિંડા મિલિટ્રી સ્ટેશનમાં ફાયરિંગ મામલે પોલીસે સોમવારે સેનાના એક જવાનની ધરપકડ કરી છે. જો કે પોલીસે હજુ ધરપકડની પુષ્ટી કરી નથી. ભટિંડા પોલીસ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરશે. પંજાબના ભટિંડામાં મિલિટ્રી સ્ટેશનમાં બુધવારે સવારે ફાયરિંગની ઘટના થઈ હતી. એમાં 4 જવાનોના મોત થયા છે. પોલીસે બે બુરખાધારી હુમલાખોર વિરુદ્ધ એફઆરઆઈ લખી હતી. જેમાં કહ્યું હતું કે હુમલાખોરોના એક હાથમાં રાયફલ અને બીજા હાથમાં કુલ્હાડી હતી. તેમણે સફેદ કૂર્તો પાયજામો પહેર્યો હતો.
ઘટનાને લઈને સેનાએ નિવેદન આપ્યું છે તેમાં કહ્યું કે, ભટિંડા મિલિટ્રી સ્ટેશનમાં ફાયરીંગ ઘટના દરમિયાન એક આર્ટિલરી યુનિટના 4 જવાનોનું ગોળી લાગવાથી મોત થયું છે. કોઈ અન્ય જવાનોને ઈજા કે સંપત્તિને નુકસાનની માહિતી મળી નથી. આ વિસ્તારને સીલ કરી દેવાયો છે. અને પંજાબ પોલીસ સાથે મળીને સંયુક્ત રીતે તપાસ ચાલુ છે.
સેનાએ આતંકી હુમલાનો ઈનકાર કર્યો હતો. ભટિંડા એસએસપી ગુલનીત ખુરાનાએ કહ્યું કે સેના દ્વારા શેર કરેલી માહિતી મુજબ કોઈ આતંકી ખતરાનો ભય નથી. સેનાએ જણાવ્યું હતું કે ફાયરિંગના બે દિવસ પહેલા જ એક ઈઁસાસ રાયફલ અને 28 રાઉન્ડ ગોળી સ્ટેશનની અંદરથી ગાયબ થઈ હતી. પોલીસે બતાવ્યું હતું કે ઘટનાસ્થળથી ઈંસાસ રાયફલના 19 ખાલી ખોખા મળ્યા હતા. રાયફળ પણ પોલીસે કબજે કરી લીધી હતી. પોલીસે ઈંસાસના સંભવિત ઉપયોગને લઈને તપાસ કરી રહી છે.