Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalપશ્ચિમી દેશોના પ્રતિબંધ છતાં 2022માં રશિયાની નિકાસ વધી....

પશ્ચિમી દેશોના પ્રતિબંધ છતાં 2022માં રશિયાની નિકાસ વધી….

Published by : Rana Kajal

  • આયાત 180 અબજ ડોલર
  •  ટ્રેડ સરપ્લસ 261 અબજ ડોલર

ચાલુ વર્ષ ૨૦૨૨ના પ્રથમ નવ મહિના એટલે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં રશિયાની નિકાસ 25 ટકા વધીને 431 અબજ ડોલર રહી છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. યુક્રેન યુધ્ધના દિવસોમાં આ આર્થિક પરિસ્થિતિ સર્જાતા આશ્ચર્ય થઈ રહ્યું છે.રશિયાની ફેડરલ કસ્ટમ્સ સર્વિસના ફર્સ્ટ ડેપ્યુટી હેડ રસલેન દેવીડોવે  જણાવ્યુ હતુ કે આ જ સમયગાળામાં આયાત 15.7 ટકા ઘટીને 180 અબજ ડોલર રહી છે આ સમયગાળામાં જ 261 અબજ ડોલર ટ્રેડ સરપ્લસ નોંધવામાં આવ્યુ છે કારણ કે આયાત કરતા નિકાસનું પ્રમાણ વધારે છે. જો નિકાસ કરતા આયાત વધારે હોય તો વેપાર ખાધ થાય છે. જેમ કે ટ્રેડ સરપ્લસની રકમ 2021ના પ્રથમ 9 મહિના કરતા બમણી છે. 2022ના પ્રથમ ત્રણ કવાર્ટરમાં રશિયાના વિદેશ વેપારનું ટર્નઓવર 611 અબજ ડોલર રહ્યુ છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 9.6 ટકા વધારે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!