Published by : Rana Kajal
છેલ્લાં એક મહિનાથી આંદોલન કરતા એવા પહેલવાનો નોકરી પર ચઢી ગયા હતા. જોકે તેમણે એમ જણાવ્યું હતું કે આ બાબતનો અર્થએ ન કાઢવો જોઈએ કે અમે અમારૂ આંદોલન પાછું ખેચી લીધું છે. આંદોલન ચાલુ જ રહેશે.. પહેલવાનો જાતીય સતામણી અંગે આંદોલન કરી રહ્યા હતા. તેમણે સાંસદ અને સમિતિના અધ્યક્ષ જીતેન્દ્ર સિંઘ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જાતીય સતામણીના આ આક્ષેપો બાદ પહેલવાનો એ આંદોલન કરતા આખરે પોલીસે ફરીયાદ નોંધી હતી પરંતું આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી. તેથી આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું..આવી પરિસ્થિતીમાં દેશનાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પહેલવાનોની બેઠક યોજાઇ હતી.આ બેઠકને પહેલવાનો એ ઓપચારિક બેઠક તરીકે ગણાવી હતી. પરંતુ આજ બેઠક બાદ સાક્ષી મલીક, બજરંગ પુનીયા અને વિનેશ ફોગટ તેમની નોકરી પર ચઢી જતા ઍવી વાતો વહેતી થઇ હતી કે આંદોલન સમેટાઈ ગયું. પરંતું પહેલવાનો એ જાહેર કર્યુ કે આંદોલન પાછું ખેંચાયું હોવાની વહેતી વાતો ખોટી છે. અમારૂ આંદોલન ચાલુજ છે અને પરિણામ નહી આવે ત્યાં સુઘી ચાલુ જ રહેશે




