Published By : Patel Shital
- મોબાઈલ નિબંધ ઉપર મનમૂકીને પાના ભર્યા, ગામડાંના સવાલો પણ ગમ્યા
- ગુજરાતી, હિન્દી, ઉર્દુ ભાષાના પેપરમાં ભરૂચમાં 19,919 વિધાર્થી હાજર જ્યારે 344 ગેરહાજર
ભરૂચ જિલ્લામાં પણ આજે મંગળવારથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ શુભારંભ થયો હતો.
પહેલીવાર ધોરણ 10 ની પરીક્ષા આપતા છાત્રોનું ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત તાલુકા મથકો ઉપર આવેલા કુલ 32 કેન્દ્રો ઉપર ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
કુમકમ તિલક, ગુલાબ અને ચોકલેટ આપી વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ખાતે આવકારવામાં આવ્યા હતા. સવારે ધોરણ 10 નું ભાષાનું પેપર હતું. બપોરે પેપર છૂટતા વિધાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

પહેલું પેપર સરળ રહ્યું હોવાનો મત વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. ગુજરાતીના પેપરમાં પૂછાયેલા મોબાઈલ નિબંધે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીઓ રાજીના રેડ થઈ ગયા હતા.

મોબાઈલ નિબંધ ઉપર વિધાર્થીઓએ મનભરીને ઉત્તરવહીના પાના ભર્યા હતા. ગામડા વિશે પુછાયેલ સવાલ સહિતનું વ્યાકરણ પણ સહેલું હોવાનું પેપર આપ્યા બાદ વિધાર્થીઓએ કહ્યું હતું. ભાષાના ગુજરાતી, હિન્દી, ઉર્દુના પેપરમાં જિલ્લામાં કુલ નોંધાયેલા 19,565 છાત્રો પૈકી 19,919 એ હાજર રહી પરીક્ષા આપી હતી. જ્યારે 344 છાત્રો ગેરહાજર રહ્યાં હતાં. પેહલા પેપરે ગેરરીતિ કે અનિચ્છનીય કોઈપણ બનાવ બન્યો ન હતો.