Published by : Rana Kajal
- ભારતના કેપ્ટન રોહિતને લઇને પાકિસ્તાનના ક્રિકેટરનુ શરમજનક નિવેદન….
ભારત તરફથી મળેલા પરાજયે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સના મગજ પર એટલી ઘાતક અસર છોડી છે કે તેઓ ટીમ ઈન્ડિયા અને તેના ખેલાડીઓ પર હવે નવા-નવા આરોપ લગાવીને તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
હાલમાં જ ટી-20 વર્લ્ડ કપ 2022ની પહેલી મેચમાં ભારત તરફથી કારમી હાર મળ્યા બાદ પાકિસ્તાન અને તેના પૂર્વ ક્રિકેટર્સ પોતાની બેફામ નિવેદનબાજીથી બહાર આવી રહ્યા નથી. જેમકે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પર પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. આકિબ જાવેદે રોહિત શર્મા પર પાકિસ્તાનની સામે ટી 20 વર્લ્ડ કપ 2022ની મેચમાં ટોસ દરમ્યાન અપ્રામાણિકતા દાખવી હોવાનો આરોપ લગાવ્યો છે. આકિબ જાવેદ મુજબ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ જાણીજોઈને ટોસનો સિક્કો દૂર ઉછાળ્યો હતો.
એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીત કરતા આકિબ જાવેદે રોહિત શર્માના ટૉસ ઉછાળવા પર સવાલ ઉઠાવતા કહ્યું, રોહિત શર્માએ સિક્કો એવી રીતે ઉછાળ્યો જેમ કે તેઓ ટૉસ કરી રહ્યા નથી. જ્યાં રોહિતે સિક્કો ફેંક્યો હતો ત્યાંથી માત્ર મેચ રેફરીએ જ જોયુ હતુ કે હેડ આવ્યું છે કે ટેલ. આવા પાયા વિહોણા આક્ષેપના પગલે ક્રિકેટ પ્રેમીઓ નારાજ થઇ ગયા છે.