Published By:-Bhavika Sasiya
પાકિસ્તાન અત્યાર સુધી ખુબ ઉગ્ર ભાષામાં વાતચીત કરતુ હતુ પરંતુ હવે પાકિસ્તાન ઢીલું પડી ગયું છે અને ભારત સાથે વાતચીત કરવા તૈયાર થઇ ગયું છે. હાલ કારમી આર્થિક કટોકટી ભરેલ પરિસ્થિતિ માંથી પસાર થતા પાકિસ્તાની PMએ ભારત સાથે મિત્રતાની વાત કરી હતી જોકે એવી ચર્ચા ચાલી રહી છે કે આર્થિક સંકટનો સામનો કર્યાં બાદ પાકિસ્તાનને ભારતની યાદ આવી છે પાકિસ્તાનના વડા પ્રધાને એમ પણ જણાવ્યું કે યુદ્ધનો વિકલ્પ હવે નથી.
પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટની વચ્ચે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ભારત સાથે વાતચીતની માંગ કરી છે. PM શરીફે ભારતનો ઉલ્લેખ કરતાં મંગળવારે કહ્યું કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તે પોતાના પાડોશી દેશ સાથે વાત કરવા તૈયાર છે.જોકે પાકિસ્તાની વડા પ્રધાને એમ પણ જણાવ્યું કે પાકિસ્તાને યુદ્ધ કરીને માત્ર અને માત્ર ગરીબી અને આર્થિક કટોકટી મેળવી છે