ગુજરાત રાજ્યના વડોદરાના પાદરાના ગોવિંદપુરામાં નિયાજની પ્રસાદી બાદ ફૂડ પોઈઝનિંગ થયુ છે. 100થી વધુ લોકોને ફુડપોઈઝનિગંગની અસર થઈ છે. જેમાં 50 જેટલા બાળકો છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનનરાઓને પાદરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા મુજબ તમામની તબિયત સ્થિર છે.
- પાદરાના ગોવિંદપુરા માં નિયાજની પ્રસાદી બાદ અનેક મુસ્લિમ બિરદારોને ફૂડ પોઈશન થતાં દોડ ધામ મચી
- પાદરા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા ખાનગી હોસ્પિટલ એડમીટ કરાયા
- 50 જેટલા બાળકો ને ફુડ પોઈઝનિં ની અસર
- સમાજના આગેવાનો તથા રાજકીય નેતા સહિત મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા
- ટી એચ ઓ વિમલસિંગ નો પરિસ્થિતિ સ્ટેબલ હોવાનું જણાવ્યું
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપુત)